ખનીજ માફિયાઓ પર રાજકોટ ફ્લાઈંગ સ્ક્વોડની તવાઈ: સાયલા-સુદામડા રોડ પરથી 5 ડમ્પર ઝડપાયા, ₹1 કરોડનો મુદ્દામાલ જપ્ત | Rajkot Flying Squad Seizes 5 Dumpers Near Sayla Sudamda highway Surendranagar

![]()
Rajkot Flying Squad Seizes 5 Dumpers: સુરેન્દ્રનગરના થાન, મૂળી સહિતના વિસ્તારોમાં ખનીજ ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે રાજકોટ ફ્લાઈંગ સ્ક્વોડની ટીમ દ્વારા ગેરકાયદે વહન કરતાં ડમ્પરો પર તવાઈ બોલાવવામાં આવી છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-સુદામડા હાઈવે પરથી પથ્થરો અને બ્લેક ટ્રેપ ભરેલા પાંચ ડમ્પરો ઝડપાયા છે.
રાજકોટ ફ્લાઈંગ સ્ક્વોડ ટીમે ગેરકાયદે વહન કરતા પાંચ ડમ્પર ઝડપી પાડ્યા છે. જેમાં ત્રણ ડમ્પર રોયલ્ટી પાસ વગરના હતા. જ્યારે બાકીના બે ડમ્પરો નંબર પ્લેટ વગરના અને પરમિટ કરતાં વધારે માલ ભરેલા હતા. સમગ્ર મામલે પોલીસે ખનીજ અને પાંચ ડમ્પરો સહિત કુલ 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઝડપાયેલા તમામ ડમ્પરો ક્વોરી પ્લાન્ટ પર સીઝ કરાયા છે. ઉલ્લેખનીય છે કે, સાયલા વિસ્તારમાં ઝીણવટ ભરી તપાસ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં ખનીજ ચોરી ઝડપાય શકે છે. હાલ તો રાજકોટની ફ્લાઈંગ સ્કોડની ટીમ દ્વારા કામગીરી કરતાં સ્થાનિક જવાબદાર મામલતદાર સહિતની કામગીરીની પોલ ખુલી થઈ છે.

