गुजरात

જામનગરમાં ખોજા નાકા વિસ્તારમાં રહેતા પ્રૌઢ પર ધોકા વડે હુમલો : મહિલા સહિત 3 આરોપીઓ સામે ગુનો નોંધાયો | youth living in Khoja Naka area of ​​Jamnagar was attacked with a stick



Jamnagar Crime : જામનગર શહેરના ખોજાનાકા વિસ્તારમાં એક વૃદ્ધ પર જાહેરમાં ધોકા અને લોખંડના પાઈપ વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે સીટી એ-ડીવી પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ ફરિયાદ મુજબ, તા.03/05/2026ના રોજ રાત્રે આશરે 11:30 વાગ્યે ખોજાનાકા લાલખાણ ચાકીવાડ વિસ્તારમાં ફરિયાદી ઇકબાલભાઈ અબુભાઈ ખાખીના ઘરે આરોપીઓ પહોંચ્યા હતા. ઘરનો દરવાજો ખખડાવતા ફરિયાદીએ દરવાજો ખોલતા જ આરોપી કાસુ ઇમ્તિયાઝ ચાકીએ લોખંડના પાઈપ વડે તેમના જમણા પગમાં ઘા કર્યો હતો.

આ હુમલા દરમિયાન ફરિયાદી નીચે પડી જતા આરોપી ફારૂખ ઇમ્તિયાઝ ચાકીએ લાકડાના ધોકા વડે તેમના હાથમાં ઘા કર્યો હતો, જ્યારે નૂરજહા બીલાલ ચાકીએ ઢીકાપાટ્ટુનો માર માર્યો હતો. ત્રણેય આરોપીઓએ મળીને ફરિયાદીને માર મારી ઈજા પહોંચાડી હતી, જેમાં પગના ભાગે ટાંકા લેવા પડ્યા હતા. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 118(1), 115(2), 352, 351(3), 54 તથા જી.પી.એક્ટ કલમ 135(1) હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button