गुजरात

ઝૂકતી હૈ દુનિયા ઝૂકાને વાલા ચાહિયે ઃ વૃદ્ધાને વાતોમાં ભોળવી દાગીના પડાવ્યા | Iwe ra soläni pisekin fefin chinnap mi ükükün ükükün 2 75 lakhs



અમદાવાદ, સોમવાર

ઝૂકતી હૈ દુનિયા ઝૂકાને વાલા ચાહિયે કહેવતને યથાર્થ કરતો કિસ્સો રામોલમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં રામોલમાં રહેતા વૃદ્ધાને ત્રણ મહિલાએ મારી બેહનને બિહાર જવું છે પણ અમારી પાસે ચોરીના રૃપિયા છે તે લેવાની ના પાડે છે. તમે વડીલ છો સમજાવો કહીને વૃદ્ધાને વાતોમાં ભોળવીને તેમની પાસેના રૃા.૨.૭૫ લાખ દાગીના ઉતરાવી દીધા હતા. ત્યારબાદ થેલીમાં ૫૦૦ના બંડલ હોવાની વાત કરીને ૫૦૦ની નોટ બતાવીને થેલીમાં બંડલ તથા સોનાની બંગડીઓ હોવાનું કહીને ઠગાઇ કરીને નાસી ગઇ હતી. આ બનાવ અંગે રામોલ પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ  હાથ ધરી છે.

વસ્ત્રાલમાં મારી બહેનને બિહાર જવું છુ, ચોરીના રૃપિયા બહેન લેવાની ના પાડે છે, તમે દાગીના આપો બતાવીને આવું છું કહી ૫૦૦ની નોટ બતાવીને કાગળનું બંડલ પધરાવ્યું

વસ્ત્રાલમાં રહેતી વૃદ્ધાએ રામોલ પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણી મહિલા સામે ફરિયાદ નોંધાવી છે કે દસ દિવસ અગાઉ શાક માર્કેટમાંથી શાકભાજી લઈને ઘરે પરત આવતા હતા. ત્યારે ત્રણ અજાણી મહિલાઓએ બુમ મારીને ઉભા રાખ્યા હતા અને અમારા શેઠના ત્યાંથી રોકડા રૃપિયાની ચોરી કરીને લાવ્યા છે અને મારી બહેનને બિહાર જવાનું છે, અમે તેને રૃા.૫ હજાર આપીએ છીએ પરંતું તે લેવાની ના પાડે છે, તમે વડીલ છો તો તેને સમજાવોને કહીને વૃદ્ધાને જાળમાં ફસાવી હતી. ફરિયાદી વૃદ્ધાને રતનપુરા ગામ પાસે લઇ જતા એક મહિલા ઉભેલી હતી. જ્યાં કાપડની થેલીમાંથી રૃા.૫૦૦ની નોટ કાઢીને વૃદ્ધાને બતાવી અને કહ્યું કે આ બંડલ તમે તમારી પાસે રાખો જેથી મારી બહેનને વિશ્વાસ આવી જશે. અને તમે પહેરેલા દાગીના થોડીવાર માટે મને આપો હું દાગીના મારી બહેનને બતાવીશ અને કહીશ આ દાગીના મેં ખરીદેલા છે. 

ત્યારબાદ મારી બહેન મારી પાસેથી રૃપિયા લેશે, આ રીતે ત્રણ મહિલાઓએ વૃદ્ધા સાથે વિશ્વાસ કેળવ્યો હતો. ત્રણમાંથી એક મહિલા પાછી આવી અને મારી બહેન રૃપિયા લેવા માટે માની ગઈ છે. મહિલાએ વૃદ્ધાના રૃા. ૨.૭૫ લાખના દાગીના અન્ય મહિલાઓને આપ્યા બાદ મહિલા પાછી આવીને ફરિયાદીને એક રૃમાલ બાંધેલું બંડલ આપ્યું અને કહ્યું કે આમા તમારા દાગીના છે કહીને હું મારી બહેનોને વળાવીને આવું કહીને મહિલા ટોળકી ફરાર થઇ ગઈ હતી. વૃદ્ધાએ થેલી ખોલીને જોતા તેમાંથી કાગળાના બંડલ તથા પ્લાસ્ટીકની બંગડીઓ નીકળી હતી. 



Source link

Related Articles

Back to top button