गुजरात
શેત્રુંજય પર્વત પરથી પાશ્વર્વનાથ ભગવાનની મૂર્તિની ચોરી થઈ | The idol of Lord Paswarwanath was stolen from Shetrunjay Mountain

![]()
પાલિતાણા ટાઉન પોલીસમાં ગુનો નોંધાયો
પંચધાતુંની બનેલી અજાણ્યો શખ્સ ચોરી ગયાની ફરિયાદ
ભાવનગર – પાલિતાણા શેત્રુંજય પર્વત પરથી પાશ્વર્વનાથ ભગવાનની મૂર્તિ અજાણ્યો શખ્સ ચોરી ગયા અંગેની પોલીસ ફરિયાદ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પાલિતાણાના ગણધોલ ગામે રહેતા અને પાલિતાણા આણંદજી કલ્યાણજી પેઢીમાં ગીરીરાજ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા લાલજીભાઈ ઘુસાભાઈ મકવાણાએ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગત તા.૩૦-૪ના બપોરે ૧થી ૨.૩૪ સુધીના સમયગાળા દરમિયાન પાલિતાણા શેત્રુંજય પર્વત પર મુખ્ય આદિનાથ દાદાજી દેરાસરની જમણી બાજુના ભાગે આવેલ પાશ્વનાથ ભગવાનની દેરીમાંથી પાશ્વર્વનાથ ભગવાનની પંચ ધાતુની મૂર્તિ કોઈ અજાણ્યો શખ્સ ચોરી ગયો હતો. આ અંગે પાલિતાણા ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



