गुजरात

ન્યુઝિલેન્ડના વિઝા માટે એક મહિનો દુબઇ જવું પડશે તેમ કહી વિઝા એજન્ટે યુવક પાસે 8 લાખ પડાવ્યા | fraud on the name of newzealand



વડોદરાઃ સયાજીગંજ વિસ્તારના ફરાર થઇ ગયેલા વિઝા કન્સલટન્ટ સામે વધુ એક ફરિયાદ નોંધાઇ છે.જેમાં તેણે એક યુવકને ન્યુઝિલેન્ડ મોકલવાના નામે રૃ.૮ લાખ પડાવી લીધા હતા.

ઊંઝાના બ્રાહ્મણ વાડી વિસ્તારમાં રહેતા ચિરાગ પટેલે પોલીસને કહ્યું છે કે,મારે ન્યુઝિલેન્ડ જવું હોવાથી સોશ્યલ મીડિયાના માધ્યમથી વડોદરાના સયાજીગંજ વિસ્તારના ફિનિક્સ કોમ્પ્લેક્સમાં વી વર્લ્ડ વિઝા ના નામે ઓફિસ ધરાવતા વિરલ દિનેશભાઇ શાહ(બીએચ કોમ્પ્લેક્સ,એલએન્ડટી સર્કલ પાસે,કારેલીબાગ)નો સંપર્ક કર્યો હતો.

વિઝા એજન્ટે મને દુબઇ એક મહિનો રહેવું પડશે અને ત્યાંથી ન્યુઝિલેન્ડની ફાઇલ મુકી વિઝા અપાવવાની ખાતરી આપી હતી.જે બદલ રૃ.૮ લાખ લીધા હતા.ત્યારપછી એક મહિનો દુબઇ રહ્યો હતો પણ ત્યાંથી વિરલ શાહે મને પાછો ભારત બોલાવી લીધો હતો. ત્યારપછી તેણે જુદાજુદા બહાના કાઢ્યા હતા.પરંતુ વિઝા મળ્યા નહતા.તેના ચેક પણ બાઉન્સ થયા હતા.જેથી પોલીસે ગુનો નોંધ્યો છે.

નોંધનીય છે કે,એક સપ્તાહ  પહેલાં પણ વિરલ શાહ સામે એક યુવકને રશિયા મોકલવાના નામે રૃ.દોઢ લાખ પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઇ હતી.



Source link

Related Articles

Back to top button