गुजरात

વડોદરાના છાણી રોડ પર બુલેટની ટાંકી પર યુવતીને બેસાડી અશ્લીલ હરકત સાથે સ્ટન્ટ કરનાર પકડાયો | A young man was arrested for performing an obscene act by placing a girl on a bullet



વડોદરાઃ શહેરના છાણી વિસ્તારમાં બુલેટ પર યુવતીને આગળ બેસાડી જોખમી સ્ટન્ટ કરતા બાઇક સવારનો વીડિયો વાયરલ થતાં ફતેગંજ પોલીસે તેને ઝડપી પાડયો છે.

બુલેટ પર એક યુવતીને આગળ ટાંકી પર બેસાડીને અશ્લીલ હરકતો કરનાર યુવકનો વીડિયો વાયરલ થયો હતો.યુવકના જોખમી સ્ટન્ટને કારણે બીજા વાહન ચાલકો તેમજ રાહદારીઓની જિંદગી જોખમમાં મુકાય તેવા દ્શ્ય સર્જાયા હતા.

વાયરલ થયેલા વીડિયોમાં બાઇકના નંબર પરથી ફતેગંજ પોલીસે તપાસ કરતાં સ્ટન્ટ કરનાર ૨૧ વર્ષીય યુવકનું નામ જિગર પ્રતાપભાઇ ડામોર(આંબેડકર નગર,છાણી જકાત નાકા) હોવાનું જણાયું હતું.પોલીસે તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.



Source link

Related Articles

Back to top button