गुजरात

SMCએ કન્ટેનરમાં પોપકોર્નની આડમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો | SMC seizes liquor being smuggled in containers disguised as popcorn



સ્ટેટ મોનિટરિંગ સેલ, ગાંધીનગરની ટીમે ગઈકાલે રાત્રે ચોક્કસ બાતમીના આધારે વડોદરા- મુંબઈ નેશનલ હાઈવે નં. ૪૮ ૫૨ ચિખોદરા ગામની સીમ પાસે આપેશ્વર મહાદેવ હોટલ પાસેથી કન્ટેનરમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ડ્રાઇવરને ઝડપી પાડી અન્ય ત્રણ શખ્સોને ફરાર જાહેર કર્યા છે.

સીલબંધ કન્ટેનરમાં રૂા. ૪,૦૨,૨૧૬ કિંમતના પોપકોર્નના ૭૮૬ બોક્સ રાખવામાં આવ્યા હતા, જ્યારે કેબિનની છત પર બનાવેલા ખાસ ખાનામાંથી રૂા. ૬,૯૦,૮૧૬ – કિંમતની વિદેશી દારૂની ૩૮૪ બોટલો મળી આવી હતી. ઉપરાંત રૂ. ૧૫ લાખ કિંમતનું કન્ટેનર અને બે મોબાઈલ ફોન સાથે કુલ રૂા. ૨૫,૯૬,૫૮૨નો મુદ્દામાલ કબજે કરાયો છે.

પોલીસની પુછપરછમાં કન્ટેનરચાલક સલીમ શેર મહંમદ મુસ્લીમ (રહે.ભરતપુર, રાજસ્થાન)ના જણાવાયા મુજબ, ગત્ ૨૮ એપ્રિલે રાજસ્થાનના અલવરથી દારૂનો જથ્થો ભરેલું આ કન્ટેનર તેને એક ડ્રાઈવર આપી ગયો હતો. રાજસ્થાનના કોટા ખાતે ટ્રકમાં ખામી સર્જાતા બે દિવસ કોટા ખાતે રોકાવું પડ્યું હતું. એક મેના રોજ કોટાથી નીકળી ગઈકાલે રાત્રે કન્ટેનર વડોદરા આવી પહોંચ્યું હતું.

ગોલ્ડન ચોકડી પાસે દારૂ સપ્લાય માટે એક મોપેડ સવાર વ્યક્તિ આવી હતી, પરંતુ ગોલ્ડન ચોકડીથી મુંબઈ તરફ બે કિલોમીટર આગળ ટ્રક ઊભી રાખી દારૂ ઉતારતી

વખતેજ અચાનક કોઈકનો ફોન આવતા તેભાગી ગયો હતો.

આ મામલે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે. પોલીસે વિકાસ ગુપ્તા, દારૂ ભરનાર ડ્રાઈવર તથા મોપેડ સવાર અજાણ્યા શખ્સને ફરાર જાહેર કર્યા છે.

‘મહાકાલ’ બોલે તે વ્યક્તિને દારૂ આપવાનો

સલીમે પોલીસ સમક્ષ કબૂલાત કરી કે તે છેલ્લા એક વર્ષથી વિકાસ રાજેન્દ્રકુમાર ગુપ્તા (રહે.પંજાબ વિભાગ, દિલ્હી)ના કન્ટેનર પર ડ્રાઈવિંગ કરે છે. ૨૮ એપ્રિલે તેને રાજસ્થાનમાંથી પોપકોર્ન ભરેલી ગાડી ભિવંડી (મહારાષ્ટ્ર) લઈ જવા કહ્યું હતું. કેબિનના ઉપરના ખાનામાં દારૂ છુપાવી વડોદરા ખાતે ઉતારવાનો પ્લાન હતો. ગોલ્ડન ચોકડી પાસે ‘મહાકાલ’ નામ લેતી વ્યક્તિ દારૂ લેવા આવવાની હતી. દારૂ પહોંચાડવા બદલ તેને રૂ. ૨૫ હજાર ભાડું મળવાનું હતું.



Source link

Related Articles

Back to top button