गुजरात

ભુજની જી. કે જનરલ હોસ્પિટલના ડૉ. હિરાણી સાહેબ પાસે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા રજૂઆત

કચ્છ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

જી.કે જનરલ હોસ્પિટલ ના ડો.હીરાની સાહેબ પાસે રજુઆત..
કોરોનો ની મહામારી માં જી.કે જનરલ હોસ્પીટલ માં કોરોના દર્દીઓને થતી સમસ્યાઓ માટે આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના ગુજરાત અગ્રણી નરેશ મહેશ્વરી અને જિલ્લા અધ્યક્ષ હિતેશ મહેશ્વરી રૂબરૂ મુલાકાત લીધી હતી. જેમાં હાલ જે હોસ્પીટલ ની બહાર જે એમ્બ્યુલન્સ ની જે લાઈનો લાગે છે અને એના લીધે દર્દીઓ ને ખુબ તકલીફ ભોગવી પડે છે અને સાથે પાર્સલ સુવિધા માં પણ જે કચાસો છે એને દૂર કરવા માં આવે અને સાથે જે રેમેડેસિવીર અને ઈન્જેક્શન વેન્ટિલેટર જે દરેક જરૂરમંદ ને મળી રહે એવી વ્યવસ્થા ગોઠવા માં આવે એવી અનેક રજુઆત કરી હતી અને ડો.હિરાણી સાહેબ દ્વારા હકારાત્મક જવાબો આપવા માં આવ્યા હતા અને દરેક સમસ્યાઓ નિવારે એ માટે કટીબધ છે એવી વાત કરી હતી.

આ મુલાકાત માં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના નરેશ મહેશ્વરી, હિતેશ મહેશ્વરી, જાકબ જત, કીર્તિ મહેશ્વરી, નરેશ ફૂલીયા, સંજય મહેશ્વરી અને પ્રવીણ પટેલ સાથે રહયા હતા.

Related Articles

Back to top button