મહાયુદ્ધની આશંકાઓને ફરી હવા, રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે કહ્યું,-‘વહેલા કે મોડા ઈરાનને ઝૂકવું પડશે નહીં તો હુમલા થશે’ | us iran war Ceasefire calls for war Trump open warning to Iran deal or face disaster

![]()
US Iran War Ceasefire: અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર હોવા છતાં તણાવ ઓછો થઈ રહ્યો નથી. અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કડક શબ્દમાં ઈરાનને અલ્ટિમેટમ આપ્યું છે કે જો ડીલ નહીં થાય તો ઈરાન પર ફરી હુમલા થઈ શકે છે. પરમાણુ કાર્યક્રમ, હોર્મુઝ નાકાબંધી અને સુરક્ષા ગેરંટી જેવા મુદ્દાઓ પર મડાગાંઠ કાયમ છે, જેનાથી મહાયુદ્ધની આશંકા ફરી વધી ગઈ છે.
મહાયુદ્ધની આશંકાઓને ફરી હવા
જો કે કહેવા માટે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ છે, પરંતુ જમીની હકીકત એ છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે યોગ્ય કરાર પર અત્યાર સુધી કોઈ સહમતિ બની શકી નથી. હાલત એવી છે કે દરેક વાતચીત ત્રણ મોટા મુદ્દાઓ પર આવીને અટકી જાય છે અને આ જ મડાગાંઠ મહાયુદ્ધની આશંકાઓને ફરી હવા આપી રહી છે.
અમેરિકા તેની શરતો પરથી પાછળ હટવા તૈયાર નથી
ઈરાન અને અમેરિકા વચ્ચે ડીલના માર્ગમાં સૌથી મોટો અવરોધ ત્રણ મહત્વના મુદ્દા છે. પહેલો ઈરાનનો પરમાણુ કાર્યક્રમ, બીજો હોર્મુઝ સ્ટ્રેટમાં નાકાબંધી અને ત્રીજો ભવિષ્યમાં હુમલા ન કરવાની ગેરંટી. અમેરિકા આ ત્રણેય પર પોતાની શરતોથી પાછળ હટવા તૈયાર નથી, તો બીજી તરફ ઈરાન પણ પરમાણુ મિશન છોડી રહ્યું નથી.
ઈરાન નબળું, ડીલ તેની મજબૂરી: ટ્રમ્પ
આ જ કારણ છે કે દર અઠવાડિયે નવા સુધારા સાથે પ્રસ્તાવો આવે છે, પરંતુ કોઈના પર મંજૂરીની મહોર લાગી શકતી નથી. ટ્રમ્પનું કહેવું છે કે ઈરાન હવે પહેલા જેવું મજબૂત રહ્યું નથી. ટ્રમ્પના મતે, તેઓ ડીલ કરવા માંગે છે. ઈરાન સંપૂર્ણ રીતે નબળું પડી ચૂક્યું છે. તેમને એ પણ સમજાતું નથી કે તેમના નેતા કોણ છે. તે મજબૂર છે.
મોડા-વહેલા ઈરાને ઝૂકવું પડશે: ટ્રમ્પ
રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેમને ડીલનો કોન્સેપ્ટ સમજાવવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં સંપૂર્ણ મુસદ્દો તેમની સામે રાખવામાં આવશે. તેમને વિશ્વાસ છે કે મોડા-વહેલા ઈરાને ઝૂકવું પડશે. સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે જો ડીલ નહીં થાય તો શું થશે. આ અંગે ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું કે સૈન્ય કાર્યવાહી એક વિકલ્પ છે. તેમણે કહ્યું, ‘હું અત્યારે આ કહી શકું તેમ નથી, પરંતુ જો તેઓ ખોટું પગલું ભરે છે તો તે શક્ય છે.’ એટલે કે સ્પષ્ટ છે કે અમેરિકાએ હુમલાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. આ દરમિયાન હોર્મુઝને લઈને તણાવ સતત વધી રહ્યો છે. અમેરિકન નાકાબંધીના કારણે ઈરાનની આર્થિક સ્થિતિ પર અસર પડી છે.
‘ફ્રેન્ડલી બ્લોકેડ’ના નામે ઈરાન પર ગાળિયો
ભારે માત્રામાં ક્રૂડ ઉત્પાદન હોવા છતાં તે તેને વેચી શકતું નથી, જેના કારણે તેની આવક પર દબાણ વધી રહ્યું છે. તેની અસર ચીન જેવા દેશો પર પણ પડી રહી છે, જે ઈરાન પાસેથી મોટા પાયે તેલ ખરીદતા રહ્યા છે. આમ છતાં અમેરિકા નાકાબંધી હટાવવા તૈયાર નથી. ટ્રમ્પે તેને ‘ફ્રેન્ડલી બ્લોકેડ’ ગણાવ્યું છે.
આ પણ વાંચ: ટ્રમ્પનો જર્મની પર ડબલ એટેક: સૈનિકો પાછા ખેંચ્યા, હવે કાર પર નાખ્યો 25 ટકા ટેરિફ
આ દરમિયાન ઈરાનના વિદેશ મંત્રી અરાઘચીએ તેમના ઓમાની સમકક્ષ અલબુસૈદી સાથે ફોન પર વાતચીત કરી છે. આ દરમિયાન તેમણે હાલમાં બનેલી ઘટનાઓ પર ચર્ચા કરી છે. અરાઘચીએ તેમને ઈરાનના એ રાજદ્વારી પ્રયાસો વિશે પણ જાણકારી આપી, જેનો ઉદ્દેશ્ય અમેરિકન-ઈઝરાયલ યુદ્ધ સમાપ્ત કરીને પ્રાદેશિક શાંતિ પુનઃસ્થાપિત કરવાનો છે.



