दुनिया

અમેરિકન સંરક્ષણ મંત્રીને સેનેટરનો સવાલ: ‘ટ્રમ્પ મેન્ટલી સ્ટેબલ છે?’ | Senator’s question to US Defense Secretary: ‘Is Trump mentally stable ‘



– ડેમોક્રેટિક સેનેટર સારાનો બેબાક અંદાજ વાયરલ

– ‘હા’ કે ‘ના’માં જવાબ આપવાને બદલે હેગસેથે કહ્યું: તમે ચાર વર્ષમાં બાઈડનને આ સવાલ પૂછ્યો હતો?

વૉશિંગ્ટન : અમેરિકામાં ઈરાન યુદ્ધના સંદર્ભમાં ડિફેન્સ સેક્રેટરી પેટ હેગસેથને અમેરિકન કોંગ્રેસ સમક્ષ હાજર રહીને જવાબો આપવા પડયા હતા. એમાં તેમને જુદા જુદા અનેક સવાલો થયા હતા, પરંતુ ડેમોક્રેટિક સેનેટરે પૂછેલો સવાલ અને એનો હેગસેેથે આપેલો જવાબ ચર્ચાસ્પદ બન્યા છે.

અમેરિકન કોંગ્રેસ સામે સલાહકારોની ટીમ સાથે હાજર થયેલા હેગસેથને સેનેટર્સે અણિયાળા સવાલો પૂછ્યા હતા. અમુક સવાલોના જવાબો આપવામાં હેગસેથને પરસેવો વળી ગયો હતો અને અમુકના ઉડાઉ જવાબો આપ્યા હતા. એવો જ એક ઉડાઉ જવાબ અમેરિકાના સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

ડેમોક્રેટિક સેનેટર સારા જેકબે ટ્રમ્પની એક સોશિયલ મીડિયા પોસ્ટ વાંચી સંભળાવી હતી, જેમાં ટ્રમ્પ આખી માનવજાતને ધમકી આપી રહ્યા છે. એ પછી તેમણે ઠંડકથી ડિફેન્સ સેક્રેટરીને પૂછ્યું: ‘મિસ્ટર સેક્રેટરી શું પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કમાન્ડ ઈન ચીફ રહેવા મેન્ટલી સ્ટેબલ છે?’ સામાન્ય રીતે કોંગ્રેસ સમક્ષ હાજર થયેલા સેક્રેટરીએ હા કે નામાં જવાબ આપવાનો હોય છે, પરંતુ સેક્રેટરીએ રાજકીય નિવેદન આપ્યું અને ટ્રમ્પના બચાવમાં કૂદી પડયા. તેમણે આ સવાલનો સીધો જવાબ આપવાને બદલે સેનેટરને સામો સવાલ કર્યો હતો: ‘તમે આ સવાલ ચાર વર્ષ દરમિયાન બાઈડેનને પૂછ્યો હતો? બાઈડેન તો તારીખ સુદ્ધાં ભૂલી જતા હતા.’

સેક્રેટરીએ હા કે નામાં જવાબ ન આપ્યો તેનો અમેરિકન મીડિયાએ પણ મુદ્દો ઉઠાવ્યો તો અને ટ્રમ્પ મેન્ટલી સ્ટેબલ છે કે નહીં તેવા સવાલો ઉઠાવ્યા હતા. એ પછી સેક્રેટરીએ સોશિયલ મીડિયામાં પણ સતત પોસ્ટ મૂકીને બચાવ કરવો પડે છે.



Source link

Related Articles

Back to top button