मनोरंजन
કંગના રણૌતે મુંબઈમાં ક્વીન ટુ માટે શૂટિંગ શરૂ કરી દીધું | Kangana Ranaut has started shooting for Queen 2 in Mumbai

![]()
– મુંબઈ- દિલ્હી વચ્ચે કંગનાનું અપડાઉન
– સળંગ ત્રણ મહિના સુધી મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં શૂટિંગ કરશે
મુંબઇ : કંગના રણૌતે ‘ક્વીન ટુ’ માટે મુંબઈમાં શૂટિંગ શરુ કરી દીધું છે. હાલ ‘ક્વીન ફોરેવર’ એવું કામચલાઉ ટાઈટલ આ ફિલ્મ માટે અપાયું છે.
મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં એક ઘરનો સેટ તૈયાર કરાયો છે. કંગના ત્યાં ત્રણ મહિના સુધી શૂટિંગ કરવાની હોવાનું કહેવાય છે. સંસદસભ્ય તરીકેની જવાબદારીની સાથે કંગના એક એકટ્રેસ તરીકે ની કારકિર્દી પણ આગળ વધારી રહી છે.
આ માટે કંગના દિલ્હી, મુંબઈ વચ્ચે અપડાઉન કરી રહી છે. મૂળ ફિલ્મની જેમ જ આ વખતે ફિલ્મની લીડ હિરોઈન ઉત્તર ભારતનાં એક નાના શહેરની વતની હોવાનું દર્શાવાશે. જોકે, મૂળ ફિલ્મની વાર્તા આગળ વધારવાને બદલ તદ્દન નવી જ વાર્તા દર્શાવાશે.
મૂળ ફિલ્મના કોઈ કલાકારો પણ આ ફિલ્મમાં રીપિટ નહિ થાય.



