અમદાવાદમાં નિર્માણાધીન બ્રિજ પૈકી વાડજ ફલાયઓવર ,ઐતિહાસિક એલિસબ્રિજનું રીહેબ ટૂંકમાં પુરુ થશે | Among the bridges under construction in Ahmedabad

![]()
અમદાવાદ,શુક્રવાર,1
મે,2026
અમદાવાદના વિવિધ વિસ્તારમાં હાલમાં કુલ પંદર બ્રિજ
નિર્માણાધીન છે. આ પૈકી વાડજ ફલાયઓવર અને ઐતિહાસિક એલિસબ્રિજના રીહેબીલીટેશનની
કામગીરી ટૂંકમાં પુરી કરાશે.વાડજ જંકશન ઉપર બની રહેલા ફલાયઓવરબ્રિજની વાડજથી
ઈન્કમટેકસ તરફની પાંખ ઉતારવાની કામગીરી હાલ ચાલી રહી છે.જુન અંત સુધીમાં
ફલાયઓવરબ્રિજની કામગીરી પુરી કરવા ડેટલાઈન આપવામા આવી છે.સુભાષબ્રિજનો પ્રશ્ન
ઉપસ્થિત થવાથી દધીચીબ્રિજથી અખબારનગર સુધી ટુ લેન અંડરપાસ બનાવાની કામગીરી હાલ
હોલ્ડ ઉપર મુકવામા આવી છે. ઐતિહાસિક જુના એલિસબ્રિજના રીહેબલીટેશનની કામગીરી ઓગસ્ટ
અંત સુધીમાં પુરી થઈ જશે.શહેરમાં
વર્ષ-૨૦૨૬ના અંત સુધીમાં વધુ નવા આઠ જેટલા વિવિધ ફલાયઓવર,રેલવે ઓવરબ્રિજ
કાર્યરત થઈ જવાની સંભાવના વ્યકત કરવામા આવી છે.
વાડજ જંકશન ઉપર ફોરલેન ફલાયઓવરબ્રિજ બનાવવાઅંદાજથી ૨૦.૫ ટકા વધુ ભાવથી રુપિયા ૧૦૭ કરોડથી વધુની રકમથી કોન્ટ્રાકટર
રચના કન્સ્ટ્રકશનને વર્ષ-૨૦૨૩માં સ્ટેન્ડિંગ કમિટીએ મંજુરી આપી હતી.૨૮
જુલાઈ-૨૦૨૩થી આ ફલાયઓવરબ્રિજ બનાવવા કામગીરી શરુ કરવામા આવી હતી.વાડજ જંકશનથી
રાણીપ તરફ ફોરલેન ફલાયઓવરબ્રિજ ઉપરાંત દધીચી બ્રિજથી અખબારનગર સુધી ટુલેન અંડરપાસ
બનાવવાનુ પણ આયોજન છે.જો કે સત્તાવારસૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પ્રોજેકટમાં વિલંબ થઈ રહયો હોવાથી પહેલા
ફલાયઓવરબ્રિજની કામગીરી ઝડપથી પુરી કરવા કોન્ટ્રાકટરને કોર્પોરેશન તરફથી સુચના
આપવામા આવી છે.ઐતિહાસિક એલિસબ્રિજનુ સ્ટ્રેન્થનિંગ કરવાની સાથે રીહેબીલીટેશન કરવા
અંદાજિત રકમથી ૩૬.૬ ટકા વધુ ભાવથી એટલે કે રુપિયા ૨૬.૭૮ કરોડના ખર્ચથી રાજકમલ
બિલ્ડર ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી.ને
વર્કઓર્ડર આપવામા આવતા ૯ ઓકટોબર-૨૪ના રોજથી કામગીરી શરુ કરવામા આવી હતી.
ઐતિહાસિક એલિસબ્રિજનો ઉપયોગ પેડેસ્ટ્રીયન બ્રિજ તરીકે કરવામા આવશે. ઉપરાંત બ્રિજની
બંને તરફ મુલાકાતીઓને બેસવા માટે બેન્ચીસ મુકવા તથા પ્લાન્ટેશન કરવામા આવશે.



