સયાજી હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટરો હડતાલ પર, ઈમરજન્સી અને ઓપીડી સિવાય તમામ સેવા બંધ | Resident doctors of Sayaji Hospital on strike: Disengaged from all emergency and OPD services

![]()
Vadodara Sayaji Hospital : વડોદરાની સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં મૃતદેહ ડીકંપોઝ થઈ જવાની ઘટના બાદ ડોક્ટર પર હુમલો થયો હતો. જેના વિરોધમાં આજે સવારથી ડોક્ટરોએ ચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી દીધી છે.
સયાજી હોસ્પિટલના ડોક્ટર પર ગઈકાલે થયેલા હુમલા અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે. આજે સવારથી હુમલાનો વિરોધ કરતા હડતાળ શરૂ કરી છે. ઓપીડી અને ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે બાકીની કામગીરીથી ડોક્ટરો અલિપ્ત રહ્યા છે. હડતાલના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા કલેકટર કચેરીને અધિકારીઓ પણ સયાજી હોસ્પિટલમાં પહોંચી ગયા હતા અને સુપ્રીટેન્ડન્ટ સાથે વાટાઘાટો શરૂ કર્યું છે. રેસીડેન્ટ ડોક્ટરોની એક જ માગ છે કે તેઓને સુરક્ષા પૂરી પાડવામાં આવે જેથી આવી હુમલાની ઘટનાઓ અટકાવી શકાય. રેસીડન્ટ ડોક્ટરને ગેરહાજરીમાં મેડિકલ કોલેજના પ્રોફેસર અને અન્ય સ્ટાફ દ્વારા દર્દીઓની સારવાર હાલ પૂરતી શરૂ કરવામાં આવી છે.



