યુક્રેનનાં હુમલામાં રશિયાની વધુ એક ઓઇલ ફેસિલિટીમાં આગ | Another Russian oil facility catches fire in Ukraine attack

![]()
– યુક્રેનનાં પ્રમુખ ઝેલેન્સ્કીનો ચોંકાવનારો દાવો
– આ ઓઇલ ફેસિલિટી રશિયાનાં પર્મ ક્ષેત્રમાં છે : જે યુરાલ પર્વતોમાં યુક્રેનથી 1500 કિલોમીટરથી વધારે દૂર છે
કીવ : બુધવારે રશિયાનાં અંતરિયાળ વિસ્તારમાં આવેલ વધુ એક ઓઇલ ફેસિલિટીમાં આગ લાગી હોવાનાં સમાચાર છે. યુક્રેનનાં પ્રમુખે દાવો કર્યો છે કે આ તેમના દેશનો તાજેતરમાં કરાયેલ લાંબા અંતરનો ડ્રોન હુમલો હતો.
રશિયન મીડિયા અનુસાર આ ઓઇલ ફેસિલિટી રશિયાનાં પર્મ ક્ષેત્રમાં આવેલ છે. જે યુરાલ પર્વતોમાં યુક્રેનથી ૧૫૦૦ કિલોમીટરથી વધારે દૂર છે. કેટલાક બિનસમર્થિત અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે આ એક પંપિગ સ્ટેશન અને સ્ટોરેજ કોમ્પલેક્સ હતું.
પર્મનાં ગવર્નર દિમિત્રી માખોેનિને ફક્ત એટલુ જ જણાવ્યું છે કે એક ડ્રોને કોઇ અજ્ઞાત ઔદ્યોગિક ફેસિલિટી પર હુમલો કર્યો હતો જેના કારણે આગ લાગી હતી.
રશિયન અધિકારીઓએ યુક્રેનનાં એ દાવાઓને અંગે ખાસ કોઇ પ્રતિક્રિયા આપી નથી જેમાં જણાવવામાં આવ્યું છે કે કીવ હવે વધારે લાંબા અંતરનાં હુમલા કરી રહ્યું છે અને તેના દેશમાં જ વિકસિત ડ્રોન હવે વધારે શક્તિશાળી થઇ ગયા છે.
એડવાન્સ ડ્રોન ટેકનિક આ લડાઇની એક મહત્ત્વપૂર્ણ ઓળખ બની ગઇ છે કારણકે રશિયાની મોટી સેના પોતાના પાડોશી દેશ પર ચાર વર્ષથી વધુ સમયથી ચાલતા પોતાના આક્રમણને વધારી રહ્યું છે.
યુક્રેનની જવાબી કાર્યવાહીમાં હુમલા અને બચાવ માટે નવા ડ્રોન વિકસિત કરવાનું અભિયાન પણ ચાલુ છે. યુક્રેનનાં પ્રમુખ ઝેલેન્સ્કીએ બુધવારે મેસેજિંગ એપ ટેલિગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં એક શહેરી વિસ્તારની પાસે ગ્રામીણ ક્ષેત્રમાં આકાશમાં કાળા ધુમાડો દેખાઇ રહ્યો હતો.
ઝેલેન્સ્કીએ રશિયાને ઓઇલથી થતી કમાણીથી વંચિત રાખવા, યુદ્ધ લડવાની તેની ક્ષમતા મર્યાદિત કરવાનાં પ્રયાસોનું એક નવો તબક્કો ગણાવ્યો હતો.



