गुजरात

બાપુનગર,સરસપુર,ઠકકરનગરમાં પેનલ તુટી , અમદાવાદમાં સતત પાંચમી ટર્મમાં ભાજપ,કોંગ્રેસને આઠ બેઠકનો ફાયદો | Panels broke in Bapunagar Saraspur Kubernagar



અમદાવાદ,મંગળવાર,28 એપ્રિલ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સતત પાંચમી ટર્મ માટે
ભાજપ સત્તાસ્થાને હશે. ૪૮ વોર્ડની ૧૯૨ બેઠક માટે 
યોજાયેલી ચૂંટણીના મંગળવારે જાહેર થયેલા પરિણામોમા ભાજપની ૩૮ વોર્ડમાં
પેનલો જીતી હતી.જયારે સાત વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી હતી.બાપુનગર ઉપરાંત
સરસપુર-રખિયાલ અને ઠકકરનગર વોર્ડમાં ભાજપની પેનલ તૂટી હતી.ભાજપે ખાડીયા વોર્ડની
તમામ ચાર બેઠક ગુમાવી હતી. ગત ટર્મમા એઆઈએમઆઈએમ દ્વારા જીતાયેલી સાત અને એક અપક્ષ
એમ કુલ આઠ બેઠકનો કોંગ્રેસને ફાયદો થયો છે.લાંભામા ત્રીસ વર્ષ પછી ભાજપની પેનલનો
વિજય થયો હતો. ચાંદખેડા વોર્ડમાં ભાજપે કોંગ્રેસ પાસેથી એક બેઠક છીનવી પેનલ જીતી
હતી.કુબેરનગર વોર્ડમાં ચાર પૈકી ત્રણ મહિલા ઉમેદવાર કોર્પોરેટર
બનશે.ઓ.બી.સી.અનામતના નિયમના કારણે કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કલ્પનાબેન
કોડેકરને વધુ મત મળતા તેમને વિજેતા જાહેર કરવામા આવ્યા હતા. ભાજપને ૧૯૨ બેઠકમાંથી
૧૬૦ બેઠક જયારે કોંગ્રેસને ૩૨ બેઠક મળી હતી.ભાજપના જીતેલા ઉમેદવારોએ તેમના વોર્ડમા
વિજયી સરઘસ કાઢયા હતા.આપ
,એઆઈએમઆઈએમ
અને અપક્ષોનો સફાયો થઈ ગયો હતો.

મંગળવારે સવારથી શહેરના એલ.ડી.એન્જિનિયરીંગ કોલેજ અને
ગુજરાત કોલેજ ખાતે કોર્પોરેશનના ૪૮ વોર્ડની ૧૯૦ બેઠક માટે મતગણતરી શરુ કરવામા આવી
હતી.શહેરના થલતેજ અને વાસણા વોર્ડની એક-એક એમ કુલ બે બેઠક મતદાન પહેલા જ બિનહરીફ
જાહેર થતા ભાજપના બે  ઉમેદવાર વિજેતા જાહેર
થઈ ગયા હતા.શરુઆતના વલણથી જ શહેરના મોટાભાગના ભાજપનો દબદબો જોવા મળ્યો હતો.શહેરના
જોધપુર વોર્ડની પેનલ વિજેતા જાહેર કરવામા આવ્યા 
પછી તબકકાવાર અન્ય વોર્ડના પરિણામો જાહેર થતા મોટાભાગના વોર્ડમાં ભાજપના
ઉમેદવારો પેનલમાં વિજયી થયા હતા.થલતેજ વોર્ડમાંથી પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન
હિતેશ બારોટ અને બોડકદેવ વોર્ડમાંથી પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી તથા
એ.એમ.ટી.એસ.ના પૂર્વ ચેરમેન ધરમશી દેસાઈ પેનલ સાથે જીતતા વિજયી સરઘસ કાઢવામા આવ્યા
હતા.

મ્યુનિસિપલ કોર્પોરેશનની આ વખતની ચૂંટણી માટે અમદાવાદ
શહેરના ધારાસભ્યોએ તેમના ઉમેદવાર મુકવાનો પાર્ટી હાઈકમાન્ડ સમક્ષ આગ્રહ રાખ્યો
હતો.જેના કારણે આ વખતે ભાજપને કોર્પોરેશનમા કેટલી બેઠક મળે છે એનુ એનાલીસીસ પણ
ભાજપ દ્વારા કરવામા આવ્યુ હતુ. ઠકકરબાપાનગર વિધાનસભામાં બાપુનગર અને સરસપુર-રખિયાલ
એમ કોર્પોરેશનના બે વોર્ડમાં ભાજપના બે ઉમેદવારનો પરાજય થયો હતો. બાપુનગર
વોર્ડમાંથી કોંગ્રેસના જયમન શમા વિજયી થયા હતા.સરસપુર-રખિયાલ વોર્ડમાં ભાજપના
મહિલા ઉમેદવાર ભારતીબેન વાણીયાનો પરાજય થયો હતો. ભારતીબેન ગત ટર્મમા ભાજપના
કોર્પોરેટર હતા.પક્ષે તેમને ફરીથી ટિકીટ આપી હતી.

ભાજપના વિજેતા ઉમેદવારોમાં સંઘ,પરિષદનુ પ્રભુત્વ
ઘટયુ

મ્યુનિસિપલ કોર્પોરેશનની અગાઉની ચૂંટણીઓમાં રાષ્ટ્રીય સ્વંય
સેવક સંઘ
, વિશ્વ હિંદુ
પરીષદ કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં કાર્યરત પૈકીનાને ઉમેદવારી કરવાની તક
આપવામા આવતી હતી. પચ્ચીસ વર્ષના કોર્પોરેશનના ઈતિહાસમા પહેલી વખત આ વખતે આ
વર્ચસ્વમાં ઘટાડો થવા પામ્યો છે.નરોડા વોર્ડમાંથી વિજેતા બનેલા દિવ્યા નિકુંજ ખાખી
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે સંકળાયેલા છે.વટવા વોર્ડમાં વિજેતા બનેલા
નિર્મળા પાંડેના પતિ વિશ્વ હિંદુ પરિષદના જીલ્લા અધ્યક્ષ છે.

કોંગ્રેસની પેનલ કયા-કયા વોર્ડમાં?

શહેરના દરિયાપુર,જમાલપુર, ખાડીયા ઉપરાંત
મકતમપુરા
,દાણીલીમડા,બહેરામપુરા અને
ગોમતીપુર એમ સાત વોર્ડમાં પેનલ જીતી હતી.

કોંગ્રેસના કયા પૂર્વ કોર્પોરેટરો ચૂંટણી હાર્યા

જગદીશ રાઠોડ,અમરાઈવાડી
વોર્ડ
, રાજશ્રી
કેસરી
,ચાંદખેડા
વોર્ડ
, ઈકબાલ
શેખ
,ગોમતીપુર
વોર્ડ
, અકબર
ભાટી
,શાહપુર
વોર્ડ
, નિકુલ
સિંહ તોમર
,કુબેરનગર
વોર્ડ

પક્ષ છોડી અપક્ષ કે અન્ય પક્ષમાંથી  લડનારાઓને મતદારોએ જાકારો આપ્યો

પક્ષ છોડી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડનારા એઆઈએમઆઈએમના
જમાલપુરના પૂર્વ કોર્પોરેટર રફીક શેખનો પરાજય થયો હતો.જયારે દાણીલીમડા વોર્ડમાંથી
ગત ટર્મમા કોંગ્રેસમાંથી કોર્પોરેટર બનેલા એવા જમનાબેન વેગડા આ વખતે આપમાંથી
ઉમેદવારી કરતા તેમને હાર મળી છે.

 

પચાસ ટકાથી ઓછા મતદાન વાળા ૨૪ વોર્ડમાંથી ભાજપે ૯૫ બેઠક
જીતી

વોર્ડ            મતદાન(ટકામાં)

ઘાટલોડીયા     ૪૯.૭૮

થલતેજ         ૪૬.૬૫

નારણપુરા      ૪૬.૩૬

સ્ટેડીયમ        ૪૩.૬૯

નવરંગપુરા     ૪૧.૩૧

બોડકદેવ       ૪૫.૫૦

જોધપુર        ૪૪.૫૦

પાલડી         ૪૮.૦૫

વાસણા         ૪૮.૨૫

વેજલપુર       ૪૮.૦૭

ગોતા           ૪૪.૯૦

ચાંદલોડીયા    ૪૪.૭૫

ચાંદખેડા        ૪૭.૯૮

રાણીપ         ૪૬.૨૦

નવાવાડજ      ૪૬.૨૨

સરદારનગર    ૪૩.૪૮

નરોડા          ૪૨.૪૫

સૈજપુર         ૪૮.૦૨

ઠકકરનગર     ૪૧.૪૨

નિકોલ          ૪૪.૨૫

વસ્ત્રાલ         ૪૪.૪૦

ઈન્દ્રપુરી        ૪૮.૭૪

ભાઈપુરા        ૪૬.૭૦

ઈસનપુર       ૪૯.૦૩



Source link

Related Articles

Back to top button