गुजरात

રાજપીપળા નગરપાલિકામાં ભાજપની આંધી! ઈતિહાસમાં પહેલીવાર કોંગ્રેસ 0 પર સમેટાઈ | rajpipla nagarpalika election results 2026 bjp historic win congress zero seats


Rajpipla Nagarpalika Result: રાજપીપળામાં ભાજપનો ઐતિહાસિક વિજય: કોંગ્રેસ-AAPના સુપડા સાફ, આઝાદી પછી પ્રથમવાર કોંગ્રેસ ‘ઝીરો’ પર સમેટાઈ ગયા હતા. નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળામાં ભાજપે જીતનો નવો ઇતિહાસ રચ્યો છે. રાજપીપળા નગરપાલિકાની સ્થાપના બાદ આ ભાજપની અત્યાર સુધીની સૌથી મોટી અને ભવ્ય જીત માનવામાં આવી રહી છે.

નગરપાલિકામાં કેસરીયો માહોલ

રાજપીપળા નગરપાલિકાની કુલ 28 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી મેળવી છે.

કુલ બેઠકો: 28

ભાજપ: 25 બેઠકો (2 બિનહરીફ + 23 જીતેલી બેઠકો)

અપક્ષ: 03 બેઠકો

કોંગ્રેસ: 00 બેઠક

AAP: 00 બેઠક

રાજપીપળા નગરપાલિકામાં ભાજપની આંધી! ઈતિહાસમાં પહેલીવાર કોંગ્રેસ 0 પર સમેટાઈ 2 - image

કોંગ્રેસનો ગઢ ધરાશાયી

રાજપીપળાના રાજકીય ઇતિહાસમાં આ પ્રથમ એવી ઘટના છે જ્યારે કોંગ્રેસ 0 પર સમેટાઈ ગઈ છે. એક સમયે મજબૂત ગણાતી કોંગ્રેસના તમામ ઉમેદવારોનો પરાજય થયો છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી (AAP) પણ અહીં પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ રહી છે.

વોર્ડ વાઈઝ વિજેતાઓની સ્થિતિ

રાજપીપળાના 7 વોર્ડમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે:

વોર્ડ નં. 1, 2, 5, 6, 7: તમામ 4-4 બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે.

વોર્ડ નં. 4: ભાજપે તમામ 4 બેઠકો જીતી (જેમાં 1 બેઠક બિનહરીફ હતી).

વોર્ડ નં. 3: આ વોર્ડમાં જંગ રસપ્રદ રહ્યો હતો, જેમાં ભાજપને 1 બેઠક મળી છે જ્યારે 3 બેઠકો અપક્ષના ફાળે ગઈ છે.

ઐતિહાસિક રેકોર્ડ

રાજપીપળા નગરપાલિકાની સ્થાપના બાદ ભાજપે મેળવેલી આ સૌથી મોટી જીત છે. આ જીત સાથે જ ભાજપે ફરી એકવાર સાબિત કર્યું છે કે આદિવાસી બહુલ જિલ્લાઓમાં પણ ‘કમળ’ મજબૂત પકડ ધરાવે છે.



Source link

Related Articles

Back to top button