રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં લોકો નિરસ : 51.60 ટકા મતદાન | People are disappointed in Rajkot Municipal Corporation elections: 51 60 percent voting

![]()
નારી કલ્યાણની ખૂબ વાતો વચ્ચે સ્ત્રી મતદાન માત્ર 46 ટકા કોંગ્રેસના ગઢ મનાતા જંગલેશ્વરવાળા વોર્ડ નં. 15માં સર્વાધિક 68 ટકા, ભાજપના ગઢ ગણાતા વોર્ડ નં. 1, 9, 10, 11, 12માં સરેરાશથી ઓછું
રાજકોટ, : ઈ.સ. 1956 સુધી સૌરાષ્ટ્ર રાજ્યનું પાટનગર અને 19 નવે. 1973માં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફેરવાયેલ રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડના 72 કોર્પોરેટર ચૂંટવા જંગમાં ઉભેલા 236 ઉમેદવારો માટે આજે મતદાન યોજાયું હતું. 161.86 ચો.કિ.મી.નો વિસ્તાર અને હાલ અંદાજે 20 લાખની વસ્તી ધરાવતા આ મહાનગરમાં વિકાસના નામે અબજોના આંધણ પછી નેતાઓનો વિકાસ થયો પણ પ્રાથમિક સુવિધાની ફરિયાદો વચ્ચે લોકો વધુ એકવાર મતદાનમાં નિરસ રહ્યા હતા.આજે સાંજે છ વાગ્યા સુધીમાં સત્તાવાર આંકડા મૂજબ 51.18 ટકા અને તેમાં આંશિક પોઈન્ટમાં વધઘટ થવાની શક્યતા ધ્યાને લેતા વહીવટી તંત્ર અનુસાર એકંદરે 51.60 ટકા મતદાન થયું છે. પશ્ચિમ બંગાળમાં 92 ટકા સામે આ મતદાન કંગાળ છે.



