વડોદરા જિલ્લાની વાઘોડિયા નગર પાલિકાએ પહેલી જ ચૂંટણીમાં મતદાનનો રેકોર્ડ કર્યો | Waghodia Municipal Corporation sets voting record in first election

![]()
વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતની ચાર નગર પાલિકાઓની ચૂંટણીમાં વાઘોડિયા નગર પાલિકાએ પહેલી જ ચૂંટણીમાં મતદાનનો રેકોર્ડ નોંધાવ્યો છે.
વડોદરા જિલ્લામાં વાઘાડિયા,ડભોઇ, કરજણ અને પાદરા નગર પાલિકાની ચૂટંણી માટે આજે મતદાન થયું હતું.જેમાં વાઘોડિયા નગર પાલિકા હાલમાં જ બની હોવાથી પહેલી વાર ચૂંટણી યોજાઇ હતી.
વાઘોડિયા નગર પાલિકામાં ૬૮૩૩ પુરુષ અને ૬૭૫૦ સ્ત્રી મતદાર મળી કુલ ૧૩૫૮૩ મતદાર નોંધાયા હતા.જેમાં ૫૭૬૮ પુરુષ અને ૫૩૨૧ સ્ત્રી મતદારો સહિત કુલ ૧૧૦૮૯ મતદારોએ મતદાન કરતાં ૮૧.૬૪ ટકા મતદાન થયું હતું.જે ચારેય નગર પાલિકામાં સૌથી વધુ છે.
વડોદરા જિ.પં.અને તાલુકા પંચાયતમાં ક્યાં સૌથી વધુ અને ક્યાં સૌથી ઓછું મતદાન
વડોદરા જિલ્લા પંચાયતની કુલ ૩૦ બેઠક પર મતદાન થતાં સૌથી વધુ થુવાવી બેઠક પર ૭૨.૫૯ ટકા મતદાન થયું છે.જ્યારે સૌથી ઓછું વલણ બેઠક પર ૫૫.૬૦ ટકા મતદાન થયું છે.
આવી જ રીતે આઠ તાલુકા પંચાયતમાં સૌથી વધુ પાદરા તાલુકા પંચાયતમાં ૭૬.૪૭ ટકા મતદાન થયું છે.જ્યારે સૌથી ઓછું મતદાન કરજણ તાલુકા પંચાયતમાં ૬૮.૩૨ ટકા નોંધાયું છે.



