गुजरात

મતદાન કરતી વખતે ચક્કર આવ્યા, મતદાન મથકમાં જ સારવાર કરવી પડી | Woman felt dizzy while voting had to be treated at the polling booth



આકરી ગરમીમાં મતદાન કરવા માટે વડોદરાના સમા ગામની પ્રમુખ સ્વામી મહારાજ પ્રાથમિક સ્કૂલમાં પહોંચેલા એક મતદારની તબિયત લથડી હતી અને તેના પગલે દોડધામ મચી ગઈ હતી.

ગરમીના પ્રકોપથી બચવા માટે ઘણા લોકોએ સવારે મતદાન કરવાનું પસંદ કર્યું હતું. આમ છતા ઉપરોક્ત મતદાન કેન્દ્ર પર વોટિંગ કરવા પહોંચેલા એક સિનિયર સિટિઝન મતદારને ચક્કર આવ્યા હતા. જેના પગલે આસપાસ ઉભેલા લોકોએ તેમને બેસાડયા હતા.

આ કેન્દ્ર પર આરોગ્ય વિભાગની ટીમ તૈનાત હતી અને આ ટીમના સભ્યોએ તેમને ખુરશી પર બેસાડી આરામ કરાવ્યો હતો તથા ઓઆરએસ મિક્સ કરેલું પાણી પીવડાવી પ્રાથમિક સારવાર આપી હતી. થોડા સમય બાદ તબિયતમાં સુધારો થતા, મતદારે મતદાન પણ કર્યું હતું. 



Source link

Related Articles

Back to top button