गुजरात
જાગૃત વડીલોની મતદાનમાં સક્રિય ભાગીદારી: 74 વર્ષીય જાગૃત બા કાદરી જેબુન્ની શાહએ મત આપી અન્યને પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા કરી અપીલ | Vadodara: 74 Year Old woman Casts Her Vote Urges Others to Follow Suit

![]()
વડોદરાના નાગરિકો જાગૃત રહીને સ્થાનિક સ્વરાજની આ ચૂંટણી પર્વને ઉજવી રહ્યા છે. જેમાં જાગૃત વડીલોનો અદમય ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ફતેપુર વિસ્તારના 74 વર્ષીય જાગૃત નાગરિક કાદરી જેબુન્ની શાહએ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અને પોતે મત આપી અન્ય નાગરિકોને પણ પોતાના મતાધિકારનો ઉપયોગી કરવા અપીલ કરી હતી. આજે સાંજના 6:00 વાગ્યા સુધી નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે છે.



