મહુવાના બાંભણીયા ગામે 6 શખ્સોનો આધેડ પર હુમલો | 6 men attack middle aged man in Bambhaniya village of Mahuva

![]()
ખુટવડા પોલીસ મથકમાં ગુનો નોંધાયો
બાળકોેના ઝઘડામાં છોકરાને ધોલ મારવા બાબતે આધેડ પાઈપ વડે માર માર્યો
ભાવનગર – મહુવાના બાંભણીયા ગામ નજીક બાળકોના ઝઘડામાં છોકરાને ધોલ મારવા બાબતે રાજુલાના બાલાપર ગામના આધેડને પાંચ અજાણ્યા મળી કુલ ૬ શખ્સે માર મારી ઈજા પહોંચાડયા અંગેની પોલીસ ફરિયાદ ખુંટવડા પોલીસ મથકમાં નોંધાઈ છે.
રાજુલા તાલુકાના બાલાપર ગામે રહેતા ગભરુભાઈ જેઠાભાઈ ભુકણે ખુંટવડા પોલીસ મથકમાં વનરાજ બાવુભાઈ દેસાઈ (રહે.મેરિયાણા, તા.સાવરકુંડલા) તથા અજાણ્યા પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના ગામમાં ગત તા.૨૩-૪ના રોજ સાંજના સમયે બાળકો ઝઘડતા હોય જેમને છુટા પાડવા માટે તેઓએ એક છોકરાને લાફો માર્યો હોય તેની દાઝ રાખી મહુવાના બાંભણીયા ગામ પાસે ઉક્ત લોકોએ આવી તેમની ગાડીને નુકસાન કરી તેમને પાઈપ વડે મારી ઈજા પહોંચાડી હતી. આ અંગે ખુંટવડા પોલીસે ગુનો નોંધ્યો છે.



