गुजरात

ભાવનગર મહાપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત | Campaigning for local government elections including Bhavnagar Municipal Corporation is quiet



કાલે મહાપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણી 

આચારસંહિતાના પગલે હવે જોરશોરથી પ્રચાર થઈ શકશે નહીં, રાજકીય પક્ષો બંધ બારણે બેઠક અને ડોર ટુ ડોર પ્રચાર કરશે છ

ભાવનગર –  ભાવનગર મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી રવિવારે યોજાનાર છે તેથી રાજકીય પક્ષો પુરજોશમાં પ્રચાર કરી રહ્યા હતાં. આજે શુક્રવારે ચૂંટણીમાં જોરશોરથી પ્રચાર કરવાનો અંતીમ દિવસ હતો. આજે સાંજથી આચારસંહિતાના પગલે જોરશોરથી પ્રચાર બંધ થઈ ગયો છે. ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો રહેતા ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં એડીચોટીનુ જોર લગાવ્યુ હતું. 

મહાપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી તા. ર૬ એપ્રિલે યોજાનાર છે. આ ચૂંટણી માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા હતાં. આજે શુક્રવારે પ્રચાર માટેનો અંતિમ દિવસ હતો તેથી શુક્રવાર આખો દિવસ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કર્યો હતો પરંતુ સાંજના સમયે પ્રચાર પડઘમ શાંત થયા હતાં. ચૂંટણીના ૪૮ કલાક અગાઉ આચારસંહિતાના પગલે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી શકતા નથી. જાહેરસભા કરી શકતા નથી, માઈક પર પ્રચાર કરી શકતા નથી. શુક્રવારે સાંજે ૬ કલાકે આચારસંહિતાનો અમલ શરૃ થઈ ગયો છે તેથી હવે સાંજ બાદ જોરશોરથી પ્રચાર રાજકીય પક્ષો કરી શકશે નહી. આ આચારસંહિતાનો ભંગ કરનાર ઉમેદવાર કે રાજકીય પક્ષ સામે ચૂંટણી વિભાગ દ્વારા કડક પગલા લેવામાં આવતા હોય છે.  ઈ

ચૂંટણી આડે હવે માત્ર એક જ દિવસ રહ્યો છે. જોરશોરથી પ્રચાર બંધ થઈ ગયો છે તેથી હવે બંધ બારણે રાજકીય બેઠકો શરૃ થશે તેમજ ડોર ટુ ડોર પ્રચાર શરૃ થશે. આ ચૂંટણીના પગલે રાજકીય માહોલ ગરમાયો છે. 

અંતિમ દિવસોમાં રાજકીય પક્ષોએ પ્રચાર માટે જોર લગાડયું 

ભાવનગર મહાપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામતો ન હતો. અંતિમ દિવસોમાં ભાજપ-કોંગ્રેસે ભાવનગર શહેરમાં પ્રચાર તેજ બનાવ્યો હતો. બંને પક્ષે શહેરમાં સ્કૂટર રેલી, જાહેર સભા, જ્ઞાાતીની સભા સહિતના આયોજન કર્યા હતાં. છેલ્લા બે-ત્રણ દિવસથી શહેરમાં રાજકીય પક્ષો ખુબ જ જોર લગાવી રહ્યા છે અને આજે શુક્રવારે અંતિમ દિવસે પણ રાજકીય પક્ષો તેમજ ઉમેદવારોએ પ્રચારમાં માટે દોડધામ કરી હતી.



Source link

Related Articles

Back to top button