गुजरात

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૩૪૬ બેઠકો પર ૯૪૦ ઉમેદવારો | 940 candidates for 346 seats in local body elections



 વડોદરા,સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કુલ ૩૪૬ બેઠકો માટે આગામી રવિવારે મતદાન કરવામાં આવશે.  આ ચૂંટણીમાં ૯૪૦ ઉમેદવારો  છે. વડોદરા જિલ્લામાં ૨,૪૦૬ મતદાન મથકો ઉપર ૨૧,૯૫,૭૩૮ મતદારો  છે. ગરમીને ધ્યાને રાખી  ઓ.આર.એસ. અને મેડિકલ કિટ પણ દરેક બૂથ પર ફાળવવામાં આવી છે.

વડોદરા જિલ્લા પંચાયત, ૦૮ તાલુકા પંચાયતમાં (૧)પાદરા (૨), કરજણ (૩), શિનોર (૪), સાવલી (૫), દેસર (૬), વડોદરા (૭), વાઘોડિયા (૮) તેમજ ૪ નગરપાલિકા જેમાં ડભોઈ (૧), પાદરા (૨), સાવલી (૩), વાઘોડિયા (૪) તથા વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી આગામી રવિવારે તા. ૨૬ એપ્રિલના રોજ યોજાવાની છે.  

કલેક્ટર અનિલ ધામેલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં મતદાન માટે કુલ ૨,૪૦૬ મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ ૨૧,૯૫,૭૩૮ મતદારો નોંધાયેલા છે, જેમાં ૧૧,૧૬,૪૭૩ પુરુષ મતદારો, ૧૦,૭૯,૩૮૪ મહિલા તથા ૧૧૧ અન્ય મતદારોનો સમાવેશ થાય છે.

ચૂંટણી પ્રક્રિયામાં કુલ ૫,૪૪૨ બેલેટ યુનિટ અને ૪,૨૯૦ કંટ્રોલ યુનિટની વ્યવસ્થા કરવામાં આવી છે. વડોદરા કોર્પોેરેશનની ચૂંટણીમાં કુલ ૮ તથા ડભોઇ નગરપાલીકા ખાતે ૧૪થી વધુ ઉમેદવાર નોંધાયેલા હોવાથી ત્યાં ૨ બેલેટ યુનિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ચૂંટણી કામગીરીમા રોકાયેલા સ્ટાફ માટે ૫૬૨૩ પોસ્ટલ બેલેટનું ઇસ્યૂ કરવામાં આવ્યા હતા. જે પૈકીએ ૨૬૫૨ પોલીસ સ્ટાફના મતદારોનો સમાવેશ થાય છે. જેનું મતદાન પૂર્ણ કરવામાં આવ્યું છે. 

શાંતિમય ચૂંટણી માટે ૭,૯૩૯ પોલીસ સ્ટાફ તૈનાત

વડોદરા, 

ચૂંટણી પ્રક્રિયા સુગમ બનાવવા માટે પોલિંગ સ્ટાફ, ઈવીએમ તથા અન્ય જરૃરી સામગ્રીના વિતરણ અને સંગ્રહ માટે જિલ્લામાં ૧૮ ડિસ્પેચિંગ-રીસીવિંગ સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે. વડોદરા જિલ્લામાં ચૂંટણી કામગીરી શાંતિમય  વાતાવરણમાં પાર પાડવા માટે કુલ ૧૩,૨૩૪ પોલીંગ સ્ટાફ અને ૭,૯૩૯ પોલીસ સ્ટાફની નિયુક્ત કરવામાં આવ્યા છે. કારખાનામાં કામ કરતા કામદારો તેમજ કન્સટ્રક્શન સાઇટ પર કામ કરતા કામદારોને ચૂંટણીના દિવસે સવેતન રજા આપવાની રહેશે.

સંવેદનશીલ મતદાન મથકોની માહિતી આપવા ઇનકાર

વડોદરા, 

ચૂંટણી દરમિયાન આચાર સંહિતા ભંગની કુલ ૨૦ ફરિયાદો તંત્રને મળી હતી. જે તમામનો નિકાલ કરવામાં આવ્યો છે. મોટાભાગની ફરિયાદો હોર્ડિંગ્સ અને બેનરોને લગતી હતી. શહેરમાં કેટલા મતદાન મથકો સંવેદનશીલ છે, તેની માહિતી આપવા માટે કલેક્ટરે ઇનકાર કર્યો હતો.વડોદરામાં  ૧૨૬ સભા અને સરઘસ, ૩૭ કાર્યાલય ખોલવા અને ૧૧૬ વાહન પરમિશન તેમજ લાઉડ સ્પીકર મંજૂરી કરવામાં આવ્યા છે.



Source link

Related Articles

Back to top button