गुजरात
ગેરકાયદે દીવાલ તોડવા ગયેલા સ્ટાફની કામગીરી અટકાવી | Staff who went to demolish illegal wall stopped from working

![]()
વડોદરા, આજવારોડ પંચવટી સોસાયટીમાં દબાણ દૂર કરવા ગયેલી કોર્પોરેશનની ટીમ તથા પોલીસ સ્ટાફની કામગીરીમાં અડચણ ઊભી કરનાર પરિવાર સામે બાપોદ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આજવારોડ પંચવટી સોસાયટીમાં એક મકાનનમાં ગેરકાયદે ચણેલી દીવાલ તોડવા ગયેલી કોર્પોરેશનની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત પણ માગવામાં આવ્યો હતો.પોલીસ અને પાલિકાની ટીમ સ્થળ પર કામગીરી કરવા ગઇ ત્યારે મકાન માલિક ભારતેન્દુ ઉમાકાંત જોશી,તેમનો દીકરો હેમ તથા પત્ની ફાલ્ગુની દ્વારા કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હતો. પી.એસ.આઇ. આર.એન. પ્રસાદને ધમકી આપી હતી કે, તમને હું જોઇ લઇશ. તમને તથા તમારી સાથે આવેલા સ્ટાફને સસ્પેન્ડ કરાવી દઇશ.દીવાલ આગળ તેઓ ઊભા રહી ગયા હતા.



