गुजरात

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આજે સાંજે પ્રચાર પડઘમ શાંત | Campaigning for local government elections quiet this evening



ડોર-ટુ-ડોર પ્રચાર કરવા ઉમેદવારો, કાર્યકરો મેદાનમાં ઉતરશે

મતદારોની નિરસતાએ ઉમેદવારોની ચિંતા વધારી, ૨૬મીએ મતદાનમાં અસર વર્તાઈ શકે

ભાવનગર –  ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની ઉલટ ગણતરી શરૃ થઈ ગઈ છે. આવતીકાલે શુક્રવારે સાંજથી પ્રચાર પડઘમ શાંત થઈ જવાના હોય, રાજકીય પક્ષો, ઉમેદવારોએ પ્રચાર પાછળ એડીચોટીનું જોર લગાવી દીધું છે. પરંતુ આ વખતે મતદારોમાં ચૂંટણીનો કોઈ રંગ જ દેખાતો ન હોય, ઉમેદવારોની ચિંતા વધી છે.

ભાવનગર મહાપાલિકા, ૧૦ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ત્રણ નગરપાલિકાની આગામી ૨૬મીએ સામાન્ય ચૂંટણી યોજાશે. ૪૮ કલાક પહેલા જાહેર અને સાઉન્ડ સિસ્ટમ સાથેની ચૂંટણી પ્રચાર ઉપર પાબંધી લાગી જતી હોવાથી આવતીકાલે શુક્રવારે પ્રચારના અંતિમ દિવસને લઈ સવારથી સાંજ સુધી રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરશે. ત્યારબાદ ડોર-ટુ-ડોર પ્રચાર કરવા ઉમેદવારો, કાર્યકરો મેદાનમાં ઉતરશે અને રાજકીય પક્ષો બંધ બારણે બેઠકો કરી અંતિમ ઘડીની રણનીતિ ઘડશે. મનપા, પાલિકા અને પંચાયત જીતવા માટે રાજકીય પક્ષો મતદારોને રિઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ હાલની સ્થિતિ જોતા મતદારોની નિરસતા અને ગરમીના કારણે મતદાન ઓછું થાય તેવી ચિંતા વ્યક્ત કરાઈ રહી છે.



Source link

Related Articles

Back to top button