गुजरात

ભાવનગરના શખ્સને ચેક રિટર્નના 2 કેસમાં 1-1 વર્ષની સજા | Bhavnagar man sentenced to 1 year in 2 cases of cheque bounce



10  લાખ રૃપિયાની રકમ ફરિયાદીને વળતર
પેટે ચૂકવવા કોર્ટનું ફરમાન 

ભીમડાદના શખ્સને એક વર્ષની સાદી કેદ, વ્યાજ સાથે રકમ ચૂકવવા હુકમ

ભાવનગર –  ચેક બાઉન્સના
અલગ-અલગ ત્રણ કેસમાં ભાવનગર અને ભીમડાદના શખ્સોને કોર્ટે દોષિત ઠેરવી સજા
, દંડનો હુકમ કર્યો છે.

ગઢડાના ભીમડાદ ગામે રહેતો રાહુલ અશોકભાઈ ડાભીને એન.આઈ. એક્ટની કલમ ૧૩૮
હેઠળના ગુનામાં બોટાદના ચીફ જ્યુડી. મેજિ.એ કસુરવાન ઠેરવી બાર માસ સાદી કેદની સજા
, રૃા.૪૯,૫૦૦ની રકમ સાત ટકા વ્યાજ સાથે વળતર પેટે ફરિયાદી દિલીપભાઈ મોહનભાઈ શેખને
ચૂકવવા હુકમ કર્યો છે.

પાલિતાણામાં રાજવાડી, માતૃશ્રી, અષ્વમેઘ સોસાયટી, પ્લોટ નં.(૧) એમાં રહેતા ચિરાગભાઈ ભૂપેન્દ્રકુમાર મકવાણાએ રોનક મુકેશભાઈ
દોશી (રહે
, બ્લોક નં.૮૬૧૪, યોગેશ્વરનગર,
ભરતનગર, ભાવનગર) નામના શખ્સ સામે પાલિતાણા
કોર્ટમાં ચેક બાઉન્સ અંગે બે અલગ-અલગ ફરિયાદ કરી હતી. આ બન્ને કેસમાં પાલિતાણાના
એડી. ચીફ જ્યુડી. મેજિ.એ આરોપી રોનક દોશીને કસુરવાન ઠેરવી એક-એક વર્ષ સાદી કેદની
સજા
, ચેકની રકમ અનુક્રમે આઠ લાખ અને બે લાખનો દંડ અને જો એક
માસમાં ન ચૂકવે તો વધુ ચાર-ચાર માસ સાદી કેદ ભોગવવા હુકમ કર્યો છે. વધુમાં
ફરિયાદીને દંડની રકમ વળતર સ્વરૃપે ચૂકવવા ફરમાન કરાયું છે.



Source link

Related Articles

Back to top button