गुजरात

ધોળકામાં પોલીસને ધક્કો મારી ભાગી છુટેલા ડ્રગ્સ કેસનો આરોપી વડોદરામાં ઝડપાયો | Drug case accused who fled after pushing police in Dholka arrested in Vadodara



Vadodara Police : વડોદરા પોલીસે ધોળકાના એક ડ્રગ્સ કેસના આરોપીને તાંદલજા વિસ્તારમાંથી ઝડપી પાડી ધોળકા પોલીસને સોંપવા તજવીજ કરી છે. 

ધોળકા પોલીસે નાર્કોટિક્સના કેસમાં દરોડો પાડતા સદ્દામ હુસેન મહેબૂબ મિયા મીર (લાલબાગ ટેકરી, ધોળકા) પોલીસને ધક્કો મારીને ભાગી ગયો હતો. જે બાબતે પોલીસે 8મી એપ્રિલે ગુનો નોંધ્યો હતો.

આ કેસનો આરોપી તાંદલજા ના કોઠીયા પુરા ખાતે હોવાની માહિતી મળતા વડોદરાની જે.પી રોડ પોલીસની ટીમે તપાસ કરી તેને ઝડપી પાડ્યો હતો. ધોળકા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 



Source link

Related Articles

Back to top button