दुनिया

ટેરિફ બાદ હવે ઇરાન યુદ્ધ : અમેરિકામાં ટ્રમ્પ માટે જનતામાં ભારોભાર રોષ | After tariffs now war with Iran: Public anger against Trump in America



– બે તૃતિયાંશ અમેરિકનો ટ્રમ્પના ‘કામકાજ-મિજાજ’થી નારાજ

– ટ્રમ્પે જાન્યુ. 2025માં શપથ લીધા ત્યારે સૌથી વધુ 47 ટકા એપ્રુવલ રેટિંગ હતું, જે ઘટીને હાલ 36 ટકા થઈ ગયું

ન્યૂયોર્ક : રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે જંગી બહુમતીથી પ્રમુખપદ હાંસલ કર્યું હતું, પરંતુ માત્ર એક વર્ષ જેટલા સમયમાં અમેરિકન પ્રમુખ ટ્રમ્પ પ્રત્યે જનતામાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે, જેનું કારણ ટેરિફથી લઈને ઈરાન સામેના યુદ્ધ જેવા ટ્રમ્પના અવિચારી પગલાં છે. ટ્રમ્પની કામ કરવાની પદ્ધતિ અને સ્વભાવે અમેરિકન નાગરિકોમાં સતત ચિંતા વધી રહી છે.

અમેરિકામાં રોયટર્સ અને આઈપીસોસના એક સંયુક્ત સરવેમાં જણાયું છે કે મોટી સંખ્યામાં અમેરિકન જનતા હવે ૭૯ વર્ષીય પ્રમુખ ટ્રમ્પના સ્વભાવ અને તેમની નિર્ણય લેવાની ક્ષમતા પર સવાલ ઉઠાવી રહી છે. સરવેમાં કહેવાયું છે કે ૬૨ ટકા અમેરિકન ટ્રમ્પના કામકાજથી ખુશ નથી. ટ્રમ્પથી નારાજ લોકોમાં રિપબ્લિકન સમર્થકોનો પણ સમાવેશ થાય છે. જોકે, ટ્રમ્પનું એપ્રુવલ રેટિંગ ૩૬ ટકા જેટલું છે.

સરવેમાં કહેવાયું છે કે મોટાભાગની અમેરિકન જનતા ઈરાન પર અમેરિકાના હુમલા અથવા નાટોમાંથી બહાર નીકળવાના ટ્રમ્પના નિર્ણયનું સમર્થન નથી કરતી. ટ્રમ્પ વેટિકન પોપની ટીકા કરીને વિવાદોમાં સપડાયા હતા અને ઈરાન પણ રણનીતિક રીતે ટ્રમ્પને પછાડી રહ્યું છે તેવા સમયે આ સરવેના પરિણામો સામે આવ્યા છે.

આ સરવે મુજબ હાલમાં ટ્રમ્પનું અપ્રુવલ રેટિંગ તેમના કાર્યકાળના સૌથી નીચા સ્તર પર છે, કારણ કે ઈરાન યુદ્ધ અને પોપ લિયો સાથે વિવાદ વચ્ચે અમેરિકનો ટ્રમ્પના વારંવાર વિવાદો સર્જતા અને તોછડાઈભર્યા નિવેદનો કરવાના સ્વભાવથી ખુશ નથી.

ટ્રમ્પે પ્રમુખપદ તરીકે બીજા કાર્યકાળ માટે ૨૦ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ શપથ લીધા ત્યારે તેમનું એપ્રુવલ રેટિંગ સૌથી વધુ ૪૭ ટકા હતું. ત્યાર પછી ટ્રમ્પે દુનિયાના દેશો પર ટેરિફ નાંખતા અમેરિકામાં મોંઘવારી વધતા લોકોમાં નારાજગી વધવાનું શરૂ થયું હતું. જોકે, અમેરિકાએ ઈઝરાયેલ સાથે મળીને ૨૮ ફેબુ્રઆરી ૨૦૨૬ના રોજ ઈરાન સામે યુદ્ધ શરૂ કર્યા બાદથી ટ્રમ્પનું એપ્રુવલ રેટિંગ તળીયે પહોંચી ગયું છે. આ ઓનલાઈન સરવેમાં ૪,૫૫૭ અમેરિકનોએ ભાગ લીધો હતો.

આ સરવે મુજબ ટ્રમ્પ હવે રિપબ્લિકન પાર્ટીના લોકોનું પણ સમર્થન ગુમાવી રહ્યા છે. પક્ષના અનેક સભ્યો પ્રમુખ ટ્રમ્પના સ્વભાવ અને માનસિક સ્થિતિ અંગે ચિંતિત છે. સરવે મુજબ માત્ર ૨૬ ટકા અમેરિકનો ટ્રમ્પને શાંત સ્વભાવના માને છે. વિપક્ષમાં માત્ર ૭ ટકા ડેમોક્રેટ જ ટ્રમ્પને શાંત સ્વભાવના માને છે.



Source link

Related Articles

Back to top button