गुजरात

બજેટમાં સુચવેલા ફ્લોટિંગ મશીનથી સુરત માટે ચોમાસામાં આફત બનતી ખાડીની સફાઇ શરૂ થઈ | Cleaning of creek has begun with floating machine proposed in budget in Surat



Surat : સુરતમાં ગત વર્ષે આવેલા ખાડી પૂરમાં મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત થતા લોકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળતો હતો. આ આક્રોશ જોઈ પાલિકા તંત્ર વેળાસર જાગી ગયું છે. પાલિકા વિસ્તારમાંથી પસાર થતી ખાડીની સફાઇ પાલિકા તંત્ર કરે છે પરંતુ જ્યાં સફાઈ માટે એપ્રોચ ન હોય તેવા ખાડી વિસ્તારમાં ફ્લોટિંગ પોકલેન ત્રિપુરાથી મંગાવ્યા હતા જેમાંથી એક મશીન આવી ગયું છે તેનાથી સફાઈ પણ શરૂ થઈ ગઈ છે પાંચેક દિવસમાં અન્ય ચાર મશીન આવી જશે અને તેનાથી સફાઈની કામગીરી હાથ ધરવામાં આવશે. 

જિલ્લામાંથી આવતી અને સુરત પાલિકા વિસ્તારમાંથી પસાર થતી ખાડી સમયાંતરે જિલ્લામાં પડેલા ભારે વરસાદ અને ખાડીના દબાણના કારણે રેલ આવે છે. ગત વર્ષે આવેલી રેલમાં મોટી સંખ્યામાં લોકો ભોગ બન્યા હતા અને લોકોનું ભારે નુકસાન થયું હતું. આ રેલના કારણે પાલિકા તંત્ર અને શાસકો સામે ભારે રોષ જોવા મળતો હતો. જેના કારણે ગત બજેટમાં શાસકોએ ફ્લોટિંગ પોકલેન મશીન માટે જોગવાઈ કરી હતી. આ ચુંટણીમાં પણ કેટલાક મતદારો ખાડી પુર માટે આક્રોશ ઠાલવી રહ્યાં છે તેમાં ગઈકાલે ત્રિપુરા થી મંગાવેલું એક ફ્લોટિંગ પોકલેન મશીન સુરત આવી ગયું છે અને લિંબાયતની ખાડી સફાઈની શરુઆત થઈ ગઈ છે. આગામી પાચેક દિવસમાં વધુ ત્રણ ફ્લોટિંગ પોકલેન મશી સુરત આવશે અને અન્ય ખાડીની સફાઈ કરશે. ખાડીનાં જે ભાગમાં સાફ સફાઈ માટે એપ્રોચ ન હોય તેવા ભાગોમાં સફાઈ કરી શકે તેવા ખાસ પ્રકારના ચાર ફ્લોટિંગ પોકલેન મશીનથી સફાઈની કામગીરી શરુ કરવા સાથે પ્રિમોન્સુન કામગીરી વેગવંતી બનાવી છે અને મે મહિનાના અંત સુધીમાં ખાડી સફાઈ પુરી થાય તે માટે આયોજન કરવામા આવી રહ્યું છે.  



Source link

Related Articles

Back to top button