गुजरात

પોતાની ગટરલાઈનના રીપેરીંગ માટે ગોતા વોર્ડમાં માં જલારામ રેસ્ટોરન્ટે ફૂટપાથ ખોદતા યુનિટ સીલ કરાયું | For repairing your own sewer line



        


અમદાવાદ,સોમવાર,20 એપ્રિલ,2026

અમદાવાદના ગોતા વોર્ડમાં જલારામ રેસ્ટોરન્ટે પોતાની
ગટરલાઈનના રીપેરીંગ માટે  કોર્પોરેશને નવી
બનાવેલી ફૂટપાથ ખોદતા ઉત્તર-પશ્ચિમ ઝોનના સોલિડવેસ્ટ વિભાગ દ્વારા રેસ્ટોરન્ટને
સીલ કરવામા આવી છે.કોર્પોરેશનની મિલકતને નુકસાન બદલ રુપિયા પચાસ હજારનો દંડ વસૂલ
કરાયો હતો
.

સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરના રસ્તાઓ ઉપર ગંદકી કરનારા ,પ્રતિબંધિત પ્લાસ્ટિકનો
વપરાશ કરનારા એકમો સામે કાર્યવાહી કરવામા આવે છે.ગોતા વોર્ડમાં જલારામ પરોઠા પાસે  જલારામ રેસ્ટોરન્ટ દ્વારા પોતાની ગટરલાઈનનુ રીપેરીંગ
કરવા માટે નવી બનાવાયેલી ફૂટપાથ  ખોદી નાંખવામા
આવતા ઉત્તર-પશ્ચિમ ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ કાર્યવાહી કરવામા આવી
હતી. આ ઉપરાંત ગોતા વોર્ડમાં ઈવારા ઈન્ફ્રાસ્ટ્રકચર ટાવર દ્વારા તેમના ડમ્પરો દ્વારા
રોડ બગાડતા રુપિયા એક લાખ દંડ પેટે વસૂલ કરવામા આવ્યા હતા.



Source link

Related Articles

Back to top button