જામનગરમાં નાનકપુરી વિસ્તારમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતી પાંચ મહિલાઓ ઝડપાઈ | Five women caught gambling in public in Nanakpuri area of Jamnagar

![]()
Jamnagar Gambling Raid : જામનગર શહેરના સીટી એ.ડીવીજન પોલીસ સ્ટેશન હેઠળના નાનકપુરી વિસ્તારમાં સર્વેલન્સ સ્કોડ દ્વારા જુગાર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને ગઈકાલે સાંજે નાનકપુરી મહાદેવ મંદિર નજીક જાહેર સ્થળે રેઇડ કરવામાં આવી હતી.
આ રેઇડ દરમિયાન પાંચ મહિલાઓ ગંજીપતાના પાનાથી “તીનપત્તી” નામનો જુગાર રમતાં પોલીસના હાથે ઝડપાઈ હતી, અને પૈસાની હારજીત કરતા પકડાઈ ગઈ હતી.
જેમાં કીરણબેન હસમુખભાઈ સાવલીયા (ઉ.વ. 44), જોશનાબેન પ્રવીણભાઈ કનખરા (ઉ.વ. 62), પુષ્પાબેન મનીષભાઈ ચાવડા (ઉ.વ. 56), સવીતાબેન માલદેભાઈ નંદાણીયા (ઉ.વ. 55), અને અસ્મીતાબેન રજનીભાઈ ભુવા (ઉ.વ. 48) વગેરેની અટકાયત કરી લઈ, પોલીસે તેઓની પાસેથી રૂ.11,250 ની રોકડ તેમજ ગંજીપતાના 52 પાનાં જપ્ત કર્યા હતા. આ કામગીરી પોલીસ કોન્સ્ટેબલ તથા ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ મામલે જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


