ઉત્તર કોરિયાએ સમુદ્રમાં ઓછા અંતરની બેલેસ્ટિક મિસાઇલો છોડી | North Korea launches multiple short range ballistic missiles toward sea

![]()
(પીટીઆઇ) સિયોલ,
તા. ૧૯
ઉત્તર કારિયાએ પોતાની ઉશ્કેરણીજનક હરકતોથી વિશ્વની ચિંતા
ફરી એક વખત વધારી દીધી છે. કિમ જોંગ ઉનની સેનાએ રવિવાર સવારે વધુ કેટલીક ઓછા
અંતરની બેલેસ્ટિક મિસાઇલો છોડીને સમગ્ર વિસ્તારમાં તંગદિલી ઉભી કરી દીધી છે.
આ ચાલુ વર્ષનો સાતમો અને એકલા એપ્રિલ મહિનાનો ચોથો મિસાઇલ
ટેસ્ટ છે. જે ઉત્તર કોરિયાની વધતી આક્રમકતા દર્શાવે છે. ઉત્તર કોરિયાનાં આજનાં
મિસાઇલ ટેસ્ટ પછી જાપાન અને દક્ષિણ કોરિયાએ તાત્કાલિક પોેતાના સુરક્ષા કવચને મજબૂત
બનાવી લીધું છે અને બંને દેશોમાં હાઇ એલર્ટ જારી કરવામાં આવી છે.
જાપાનના વડાપ્રધાન સાનાએ તકાઇચીએ સ્પષ્ટતા કરી છે કે તેમની
સરકાર કોઇ પણ સ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે અને શત્રુની દરેક હરકત
પર તેની નજર છે.
જાપાનની સરકારનાં જણાવ્યા અનુસાર આ મિસાઇલો ઉત્તર કોરિયાનાં
પૂર્વ તટીય શહેર સિનપોથી લોન્ચ કરવામાં આવી હતી. તકાઇચીએ જાતે સોશિયલ મીડિયા
પ્લેટફોર્મ એક્સ પર લોકોને સમગ્ર માહિતી આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે સવારે લગભગ ૬ કલાકે આ મિસાઇલ
છોડવામાં આવી હતી અને જાપાનની સમુદ્ર સીમા
(ઇઇઝી)ની બહાર જઇને પડી હતી. જો કે મિસાઇલની સરહદની બહાર પડી હતી પણ જે રીતે
મિસાઇલ છોડવામાં આવી હતી તેના કારણે સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી ગઇ છે.
મિસાઇલ લોન્ચનાં સમાચાર મળતા જ જાપાનની સરકારે હાઇ લેવલનાં
સુરક્ષા નિયમો અમલમાં મૂકી દીધા છે. વડાપ્રધાન કાર્યાલયમાં વિના વિલંબે ઇમરજન્સી
બેઠક બોલાવવામાં આવી હતી.



