दुनिया

લંડનમાં યહૂદીઓનું સાયનેગોગ સળગાવી દેવાનો ફરીવાર પ્રયાસ | Another attempt to burn down a Jewish synagogue in London



છેલ્લા કેટલાયે સમયથી યહૂદીઓનાં પ્રાર્થના સ્થળો સળગાવી દેવાના બનાવો ઇંગ્લેન્ડમાં બનતા જ રહે છે : ઇઝરાયલી દૂતાવાસ પર હુમલાની ધમકી મળી હતી

લંડન: ઉત્તર લંડનમાં યહૂદીઓનાં પ્રાર્થના સ્થળ સાયનેગોગ સળગાવી દેવાનો રવિવારે વહેલી સવારે પ્રયાસ કરવામાં આવતો હતો. પરંતુ આગ બહુ લાગી ન હતી, ત્યાં જ તે ઠારી દેવામાં આવતાં ખાસસ નુકસાન થયું ન હતું.

આ માહિતી આપતાં યહૂદીઓએ પોતે જ પોતાનાં રક્ષણ માટે સ્થાપેલી સંસ્થા કોમ્યુનિટી સિક્યોરિટી ટ્રસ્ટે જણાવ્યું હતું કે તે દુર્ઘટનામાં થોડો એક ધૂમાડો બહાર પડયો હતો. પરંતુ સાયનેગોગનાં બિલ્ડીંગને ખાસ નુકસાન થયું નહતું. જો કે તે પછી પોલીસે તે વિસ્તાર કોર્ડન્ડ ઓફ કરી દીધો હતો.

વધુમાં જાણવા મળ્યું છે કે શુક્રવારે રાત્રે એક યહૂદીનાં વ્યાપાર સ્થળ ઉપર પણ હુમલો કરાયો હતો. તે પહેલાં થોડા દિવસે લંડનમાં જ આવેલાં અન્ય સાયનેગોગ, સળગાવી દેવાનો પ્રયાસ કરતા બે યુવાનોની ધરપકડ કરી હતી.

આ ઉપરાંત લંડન સ્થિત ઇઝરાયલી દૂતાવાસ ઉપર ડ્રોન વિમાન દ્વારા હુમલો કરવામાં આવશે તેવી ધમકી પણ ઓનલાઈન મળી હતી. તે પછી તુર્ત જ પોલીસે તે દૂતાવાસ ફરતી કડક સલામતી વ્યવસ્થા ગોઠવી દીધી હતી. પરંતુ છેવટે તે ધમકી પોકળ નીકળી હતી.

આ ઉપરાંત ગઇ રાત્રે લંડનના કેન્ટન વિસ્તાર સ્થિત એક અન્ય સાયનેગોગ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો અને સળગાવી દેવાનો પ્રયાસ કરાયો હતો તેમ બ્રિટનના યહૂદીઓના મુખ્ય ધર્મગુરૂ (ચીફ રબ્બ) ઇફ્રેઇમ મિરવિએ ઠ પર જણાવ્યું હતું.

આ હુમલાઓની જવાબદારી પ્રો. ઇરાનીયન ગુ્રપ હરકત અશાબ અલ યામિન અલ ઇસ્લામિયાએ ખુલ્લેઆમ લીધી છે. તેટલું જ નહીં પરંતુ આવા બનાવો બનતા જ રહેશે. તેવી પણ ધમકી તેણે ઉચ્ચારી હતી. આ આતંકી જૂથે અમેરિકા તથા યુરોપમાં પણ ઠેર ઠેર હુમલા કર્યા છે.



Source link

Related Articles

Back to top button