જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાં ‘સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઈવ’ યોજાઈ | Special Combing Drive held in area of City C Division Police Station Jamnagar

![]()
આગામી સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જામનગર જિલ્લા પોલીસ દ્વારા ‘સ્પેશ્યલ કોમ્બીંગ ડ્રાઈવ’ હાથ ધરવામાં આવી હતી.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની ના માર્ગદર્શન હેઠળ જામનગરના સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઈવ ની આ કામગીરી યોજાઈ હતી.
નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલાની આગેવાનીમાં એલ.સી.બી., એસ.ઓ.જી, પેરોલ ફર્લો સ્ક્વોડ તેમજ સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા શંકર વિસ્તારમાં કોમ્બીંગ કરવામાં આવ્યું હતું.
આ કામગીરી દરમિયાન એમ.વી. એક્ટ કલમ 207 હેઠળ 06 કેસ, કલમ 185 હેઠળ 01 કેસ, જુગારનો 01 કેસ તથા 05 ટ્રાફિક મેમો નોંધાયા હતા. ઉપરાંત પ્રોહિબિશન અંતર્ગત 25 બુટલેગર રહેઠાણોની તપાસ, 07 જાણીતા જુગારીઓની ચકાસણી, 12 ટપોરીઓની તપાસ, 05 હિસ્ટ્રીશીટરોની ચકાસણી અને 08 એમ.સી.આર. ચેક કરવામાં આવ્યા હતા.
જામનગર જિલ્લા પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવનારા સમયમાં પણ આવી કોમ્બીંગ ડ્રાઇવ ચાલુ રાખવામાં આવશે. જેથી ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત રહી શકે.



