गुजरात

ખોટા ઇ-વે બીલ બનાવી જીએસટી ચોરી કરતા મિત્રએ રૃા. ૨૪.૪૨ ઠગાઇ | Rs 24 42 a otuputup ren an fori ekkewe bill mi chofona



અમદાવાદ, શનિવાર

કૃષ્ણનગરમાં મિત્રએ યુવકના નામે કંપની ખોલીને જીએસટી નંબર મેળવીને રૃા. ૧.૬૦ કરોડના ખોટા ઇ-વે બિલ બનાવ્યા હતા અને યુઝર આઈડી-પાસવર્ડનો દૂરપયોગ કરી જીએસટીની ચોરી કરી અને મિત્રના માથે રૃા. ૨૪.૪૨ લાખનું દેવું ઉભું કર્યું હતું. જેને લઇને જીએસએસટી વિભાગ દ્વારા નોટિસ  ફટકારીને યુવક હેરાન પરેશાન થઇ ગયો છે. આ અંગે કૃષ્ણનગર પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીએ યુવકના નામે કંપની ખોલી બીલોમાં ફરિયાદીની ખોટી સહીઓ પણ કરી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોધાવી 

નવા નરોડામાં પાશ્વંનાથ ટાઉનશીપમાં રહેતા યુવકે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં વસ્ત્રાલ  ખાતે રહેતા આરોપી સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓ અગાઉ તે આરોપી સાથે એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા વર્ષ ૨૦૧૮ માં  આરોપીએ ફરિયાદીને પોતાની કંપનીમાં જોડાવા અને વધુ નફો કમાવવાની લાલચ આપી હતી. વિશ્વાસમાં આવીને ફરિયાદીએ પોતાના આધાર કાર્ડ અને પાન કાર્ડ આપ્યા હતા. પછી આરોપીએ રાજકોટ ખાતે ફરિયાદીને બોલાવી તેના નામે ક્રાઉન ઇનકોર્પોરેશન નામની પેઢી ઊભી કરી હતી.

 જીએસટી નંબર મેળવવા માટે ઓટીપીનો ઉપયોગ કરી અને બેંકમાં ખાતું ખોલાવી ચેકબુક પર સહીઓ કરાવી આરોપીએ તમામ વ્યવહાર પોતાના હાથમાં લઈ લીધો હતો. જ્યારે ફરિયાદીને શંકા ગઈ ત્યારે તેણે પેઢી બંધ કરવાનું કહ્યું હતું પરંતું  આરોપી છૂપાવીને કૌભાંડ ચાલું રાખ્યું હતું છ વર્ષ પેહલા સ્ટેટ જીએસટી વિભાગનો ફરિયાદી  ઉપર ફોન આવ્યો ત્યારે તેને જાણ થઈ કે તેની કંપનીના નામે કરોડોના વ્યવહારો થયા છે. તપાસમાં બહાર આવ્યું કે સપ્ટેમ્બર ૨૦૧૮ થી જૂન ૨૦૨૫ દરમ્યાન આરોપી આરોપીએ ફરિયાદીના યુઝર નેમ અને પાસવર્ડનો દૂરપયોગ કરી રૃા. ૧.૬૦ કરોડના ૨૧ જેટલા બોગસ ઇ-વે બિલ બનાવ્યા હતા. એટલું જ નહીં આરોપીએ આ બીલોમાં ફરિયાદીની ખોટી સહીઓ પણ કરી હતી. જેને લઇને જીએસટી વિભાગે ફરિયાદી પાસે રૃા. ૨૪. ૪૨ લાખ ટેક્સની ઉઘરાણી કાઢી હતી. 



Source link

Related Articles

Back to top button