गुजरात

ભાવનગર શહેરમાં જુદાં-જુદાં સ્થળે આગના 4 બનાવો બન્યા | 4 fire incidents occurred at different places in Bhavnagar city



ફાયરની ટીમોએ આગને કાબુમાં લીધી

મોતીતળાવ અલંગના ડેલામાં, નારી ચોકડી કચરમાં આગનો બનાવ

ભાવનગર –  ભાવનગર શહેરમાં જુદાં-જુદાં સ્થળે ગત મોડી રાતથી આજે દિવસ દરમિયાન આગના અલગ-અલગ ચાર બનાવો બન્યા છે. જેમાં ફાયર વિભાગની ટીમોએ સ્થળ પર પહોંચી આગને કાબુમાં લીધી છે.

શહેરના મોતીતળાવ  મુનીના ખાંચામાં ગગજીભાઈ મેરની માલિકીના અલંગના ડેલા નં.૪માં ગત મોડી રાત્રે ભંગારમાં આગ ભભૂકી ઉઠી હતી. જેની જાણ ફાયર વિભાગને કરતા ફાયર સ્ટાફે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. જે બાદ પૂર્વ ઝોન ગાયત્રીનગર એસબીઆઈ એટીએમ પાસે પીજીવીસીએલના થાંભલામાં ગત મધ્યરાત્રિએ લાગેલી આગ ફાયરની ટીમે કાબુમાં લીધી હતી. ઉપરાંત આજે વહેલી સવારે સિંધુનગર મોચી જ્ઞાાતિની છાત્રાલયના ઈલેક્ટ્રિક બોર્ડમાં આગ લાગી હતી. તેમજ નારી ચોકડી સબ સ્ટેશન પાસે કચરાના ઢગલામાં આગ લાગતા ફાયરની બે ગાડીઓએ સ્થળ પર જઈ પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી.

બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. જ્યારે આગને કાબુમાં લેવા માટે ધંધુકા તેમજ ધોળકા અને આજુબાજુના શહેરમાંથી ફાયર ટીમો સ્થળે દોડી જઈ આગને કાબુમાં લેવા પ્રયાસો હાથ ધર્યાં છે.



Source link

Related Articles

Back to top button