गुजरात

બોડકદેવ વોર્ડમાં આવેલા વસ્ત્રાપુર તળાવના રિડેવલપમેન્ટના નામે વીસ વર્ષમાં ૪૦ કરોડનું આંધણ | Bodakdev ward



અમદાવાદ,શનિવાર,18
એપ્રિલ,2026

અમદાવાદના બોડકદેવ વોર્ડમાં આવેલા વસ્ત્રાપુર તળાવના
રિડેવલપમેન્ટના નામે વીસ વર્ષમાં રુપિયા ૪૦ કરોડથી પણ વધુ રકમનુ આંધણ કરવામા આવ્યુ
છે.જે કામ છ મહિનામા કરવાનુ હતુ તે કામ છ એક વર્ષમાં પુરુ કરવામા આવ્યુ હતુ.ભાજપના
શાસકો માટે વસ્ત્રાપુર તળાવ તેમના વિકાસનુ સ્થળ બની ગયુ હોવાની ચર્ચા ભાજપના
વર્તુળોમા સાંભળવા મળી રહી છે.વર્ષ-૨૦૦૨માં ઝૂંપડપટ્ટી દુર કરી વિકસિત કરાયેલા આ
તળાવમાં ઉંદરોના કારણે પણ કરોડો રુપિયાનુ નુકસાન થવા પામ્યુ હતુ.

શહેરના આ તળાવનુ પઝેશન ઔડાએ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપ્યુ
તે સમયથી એક અથવા બીજા કારણસર તળાવ વિકાસને લગતા અવનવા આયોજન કરી લાખો રુપિયાનો
ખર્ચ કરવાની એક પણ તક સત્તાધીશો જવા દેતા નથી.થોડા સમય પહેલા જ  મુલાકાતીઓ માટે ખુલ્લા મુકવામા આવેલા આ તળાવના
પાણીમા લીલ જામી જવાથી દુર્ગંધ મારે છે. તળાવના પાણીમાંથી લીલ કાઢવાના નામે ફરી એક
વખત લાખો રૃપિયાનો ખર્ચ કરાશે.નોંધપાત્ર બાબત એ છે કે
,રુપિયા ૧૨.૪૯
કરોડના ખર્ચે કોન્ટ્રાકટર ઉમિયાવિજય ઈન્ફ્રા.દ્વારા તળાવનુ ડેવલપમેન્ટ કરવામા
આવેલુ છે.ડિસેમ્બર-૨૫માં ખુલ્લા મુકવામા આવેલા તળાવની હાલત માત્ર ચાર મહિનામાં
નબળી ગુણવત્તાની કામગીરીના કારણે ખરાબ થઈ ગઈ છે.વર્ષ-૨૦૧૯માં તત્કાલિન મ્યુનિસિપલ
કમિશનર વિજય નહેરાએ આ તળાવમાં નાંખવામા આવતા ગટરના પાણીને બંધ કરાવ્યુ હતુ.જે પછી રુપિયા
બે કરોડના ખર્ચથી તળાવના પાણીને શુધ્ધ કરવા ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાયો
હતો.જે આયોજન પણ નિષ્ફળ પુરવાર થયુ હતુ.

વસ્ત્રાપુર તળાવ પાછળ કયારે કેટલો ખર્ચ કરાયો

વર્ષ-૨૦૧૩માં
તળાવનુ નામ ભકત કવિ નરસિંહ મહેતા સરોવર રાખી તળાવના બગીચામાં

રુપિયા પચાસ લાખના ખર્ચથી તેમની પ્રતિમા મુકવામા આવી હતી.

વર્ષ-૨૦૧૪માં
રુપિયા ૪૦ લાખના ખર્ચથી તળાવમાં ચાર ફુવારા તથા ચાર ગેટ બનાવાયા હતા.

પ્રતિ
કેમેરા રુપિયા એક લાખની કિંમત ધરાવતા ૪૦ સી.સી.ટી.વી.કેમેરા તળાવ ફરતે લગાવાયા
હતા.

૧૩
વર્ષના સમયમાં માત્ર બે વખત વસ્ત્રાપુર તળાવને પાણીથી ભરવામા આવ્યુ છે.

૪૫ તળાવને એકમેક સાથે જોડવાની યોજના હજુ પણ અધુરી

અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં આવેલા ૧૪૦થી વધુ તળાવ
મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક કરવામા આવેલા છે.સરકારી રેકર્ડ પ્રમાણે કુલ ૧૫૬ તળાવ
શહેરમાં આવેલા છે.આ પૈકી ૪૫ તળાવોને ઈન્ટરલિંકીંગ પધ્ધતિથી એકબીજા સાથે જોડવાની
યોજના હજુ પણ અધુરી છે. અનેક તળાવોમાં વરસાદી પાણીના બદલે ગટરના પાણી વહી રહયા
છે.આ કારણથી પાણીમાં લીલ અને ગંદકીથી અસહય દુર્ગંધ મારે છે.



Source link

Related Articles

Back to top button