गुजरात

ભાડે આપેલી કાર વેચી મારી, વડોદરાના શખ્સ સામે ગુનો નોંધાયો | Crime registered against Vadodara man for selling rented car



Vadodara : છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે રહેતા અને ફ્રૂટની લારી ચલાવી ગુજરાન કરતા વસીમખાન પઠાણ સાથે તેમના જ પરિચિતે વિશ્વાસઘાત કરી આર્ટિગા કાર વેચી મારતા કપુરાઈ પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.

વસીમખાન પઠાણે વર્ષ 2024માં બૅન્ક લોન પર આર્ટિગા કાર ખરીદી હતી, જેનો માસિક હપ્તો રૂ.18,700 હતો. ભાડાની આવક પૂરતી ન થતાં હપ્તા ભરવામાં મુશ્કેલી ઊભી થઈ. આ સ્થિતિમાં તેમણે વડોદરાના તરસાલી વિસ્તારના નવીનગરીમાં રહેતા પરિચિત રસુલશા નાજરશા દિવાનને માસિક રૂ.36,000ના ભાડે ગાડી સોંપી હતી, સાથે ઓરિજનલ દસ્તાવેજો પણ આપ્યા હતા.

શરૂઆતના બે મહિના ભાડું ચૂકવ્યા બાદ રસુલશાએ ભાડાની રકમ આપવાનું બંધ કરી દીધું હતું. વારંવાર કહેવા છતાં રૂપિયા મળ્યા ન હતા. તે દરમિયાન બૅન્ક લોનના હપ્તા પણ ભરી શકાયા નહીં. ગાડીની પરત માંગતા રસુલશાએ કાર બોડેલી ખાતે રહેતા હિમાંશુ ઉર્ફે સની અગ્રવાલને રૂ.7.50 લાખમાં વેચી નાખ્યાની વાત કરી હતી. ફરિયાદના આધારે પોલીસે રસુલશા નાજરશા દિવાન તથા હિમાંશુ ઉર્ફે સની અગ્રવાલ સામે છેતરપિંડીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button