गुजरात
વર્ષ 2019ના હત્યાના કેસમાં વૃદ્ધની જામીન અરજી કોર્ટે ફગાવી | Court rejects bail plea of elderly man in 2019 murder case

![]()
Vadodara Court : છોટાઉદેપુર જિલ્લાના જમલા ગામના 63 વર્ષીય રામસિંગ દહરિયા રાઠવા સામે વર્ષ 2019માં હત્યાનો ગુનો નોંધાયો હતો. ફરિયાદ અનુસાર, 19 માર્ચ 2019ના રોજ આરોપીએ ફરિયાદીના પુત્રને લાકડીના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો, જોકે બનાવના લાંબા સમય બાદ આરોપીની ધરપકડ 11 જાન્યુઆરી 2026ના રોજ કરવામાં આવી હતી.
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ન્યાયાધીશ જી.જે.થોરિયાએ અવલોકન કર્યું હતું કે, ગુનો ગંભીર હોય ત્યારે આરોપી ન્યાયથી બચવા માટે ભાગી જાય તેવી શક્યતા વધુ રહે છે આ સંજોગોને ધ્યાને રાખીને કોર્ટે આરોપી રામસિંગ રાઠવાની જામીન અરજી ફગાવી દીધી છે.



