પાલિતાણા શેત્રુંજ્ય ડુંગર પર છરાની અણીએ લૂંટનો પ્રયાસ | Robbery attempt at knifepoint on Shetrunjya Dungar Palitana

![]()
ચૈન્નઈથી પરિવાર જાત્રા કરવા પાલિતાણા આવ્યો હતો
અજાણ્યા ચાર શખ્સો ઝપાઝપી કરી મુંઢ ઈજા પહોંચાડી, પાલિતાણા ટાઉન પોલીસમાં ગુનો નોંધાયો
ભાવનગર – ચૈન્નઈથી પરિવાર સાથે પાલિતાણા જાત્રા કરવા આવેલા આધેડને છરી બતાવી ચાર શખ્સોેએ ઝપાઝપી કરી ઈજા પહોંચાડી સોનાના ચેઈનની લૂંટ આચર્યાનો બનાવ બન્યો છે. જેને લઈને પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ચૈન્નઈ ખાતે રહેતા વેપારી દિનેશકુમાર ત્રિલોકચંદજી જૈન ગતરોજ ચૈન્નઈથી તેમના પરિવાર સાથે પાલિતાણા જાત્રા કરવા આવ્યા હતા અને પાલિતાણા ચૈન્નઈ ભવન ધર્મશાળામાં રોકાયા હતા અને આજે સવારે ૫.૩૦ કલાકના અરસામાં તેમણે પરિવાર સાથે શેત્રુંજ્ય ડુંગર પર જાત્રા કરવાનું શરૃ કર્યું હતું અને પદ્માવતી માતાજીના મંદિરથી આગળ સવારે ૬.૪૫ કલાકના અરસામાં પહોંચતા અજાણ્યા ચાર શખ્સોએ આવી તેમને પકડી છરો બતાવી તેમણે ગળામાં પહેરેલો સોનાનો ચેઈન લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો અને ઝપાઝપી કરી ગરદનના પાછળના ભાગે મુંઢ ઈજા પહોંચી હતી. આ અંગે પાલિતાણા ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



