દશરથમાં કાર શો-રૃમના કેશિયરે 26 લાખ વગે કરતાં ઓડિટમાં ભાંડો ફૂટયો | cashier of car showroom cheated 26 lakhs

![]()
વડોદરાઃ છાણી વિસ્તારમાં આવેલા કારના શો-રૃમના એક કેશિયરે પેમેન્ટની રૃ.૨૬ લાખ ઉપરાંતની રકમ કંપનીમાં જમા નહિ કરાવી વગે કરી દેતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
દશરથ ખાતે આવેલા ટોયેટાના શોરૃમમાં છ મહના પહેલાં કેશિયર તરીકે રખાયેલા કરણ સુખદેવ બારીયા(પુષ્પમ હાઇટ્સ,બંસલ મોલ નજીક,દંતેશ્વર)ને નવી કારના પેમેન્ટ તેમજ સર્વિસ ચાર્જની રકમ સ્વીકારી કંપનીના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવાની કામગીરી સોંપવામાં આવી હતી.
ગઇ તા.૧૩મી જાન્યુઆરીથી કંપનીએ કરેલા આંતરિક ઓડિટ દરમિયાન દશરથના શોરૃમમાં પેમેન્ટનો તાળો નહિ મળતાં અમદાવાદની ટીમ દ્વારા વધુ તપાસ કરવામાં આવી હતી.
જે દરમિયાન કેશિયર કરણ બારીયાએ ત્રણ મહિનાના ગાળામાં કુલ રૃ.૩૯ લાખ જેટલું પેમેન્ટ સ્વીકારી રસીદો આપેલી હોવાનું અને તેમાંથી માત્ર ૧૨.૯૭ લાખ જમા થયા હોવાની વિગતો બહાર આવી હતી.જ્યારે બાકીની રૃ.૨૬.૦૬ જેટલી રકમ તેણે વગે કરી દીધી હોવાનું જણાઇ આવતાં છાણી પોલીસે તેની સામે ગુુનો નોંધ્યો છે.



