આવતીકાલે ટ્રાફિક બ્લોક હોવાથી ટ્રેનોનું શિડ્યુલ ખોરવાશે | Train schedules will be disrupted due to traffic blocks tomorrow

![]()
પશ્વિમ રેલવે દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ગેરતપુર-અમદાવાદ સેક્શનમાં પ્રિકાસ્ટેડ પોર્ટલ બીમ સ્થાપિત કરવા માટે ૧૯ એપ્રિલે ટ્રાફિક બ્લોક લેવામાં આવશે. આથી વડોદરા વિભાગમાં થઈને પસાર થતી કેટલીક ટ્રેનો રદ અથવા વિલંબિત થશે.
૧૯ એપ્રિલે વટવા-વડોદરા વચ્ચે દોડતી મેમુતથા જામનગર-વડોદરા ઇન્ટરસિટિ રદ રહેશે. તેમજ ૧૮ એપ્રિલે વડોદરા-જામનગર ઈન્ટરસિટી રદ રહેશે. ૧૯ એપ્રિલે વલસાડ-અમદાવાદ ગુજરાત ક્વીન વડોદરા- અમદાવાદ વચ્ચેઆંશિક રૂપે રદ રહેશે.
મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ વટવા સ્ટેશન પર સમાપ્ત થતા વટવા- ગાંધીનગર કેપિટલ વચ્ચે રદ રહેશે. ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશનથી શરૂ થતા ગાંધીનગર કેપિટલ-અમદાવાદ વચ્ચેની સેવા રદ રહેશે.
આ ઉપરાંત આસનસોલ-અમદાવાદ એક્સપ્રેસ અને હાવડા-અમદાવાદ એક્સપ્રેસને વડોદરા વિભાગમાં રેગ્યુલેટ થતા આ ટ્રેનો ૧ કલાક ૪૦ મિનિટ વિલંબથી દોડશે. તેવી જ રીતે સિકંદરાબાદ -રાજકોટ સુપરફાસ્ટ વડોદરા વિભાગમાં રેગ્યુલેટ થતા ૪૫ મિનિટ વિલંબથી દોડશે.



