गुजरात

સુરત પાલિકામાં વિવિધ કેડરની 2483 ભરતી માટે 2.25 લાખ લોકોએ કરી અરજી | 2 25 lakh people applied for 2483 recruitments of various cadres in Surat Municipality



Surat Corporation : ગુજરાતની મહાનગર પાલિકામાં સૌથી ધનાઢ્ય ગણાતી મહાનગરપાલિકા ગણાતી સુરત પાલિકાએ વિવિધ કેડરની 2483 ભરતી માટે જાહેરાત બહાર પાડી હતી. આજે રાત્રે અરજી માટેનો સમય પૂરો થાય તે પહેલાં 2.25 લાખ લોકોએ રેકર્ડ બ્રેક અરજી કરી દીધી છે. પાલિકાની નોકરી માટેની અધધ અરજીઓની સંખ્યા સુરત પાલિકામાં નોકરી મેળવવા માટેનો ક્રેઝ છે કે બેરોજગારી અને ખાનગી ક્ષેત્રે નોકરીની અનિશ્ચિતતા છે તેવી ચર્ચા શરૂ થઈ છે. જોકે, છેલ્લા બે દિવસની વાત કરવામા આવે તો સૌથી વધુ 65 હજાર અરજી સુરત પાલિકાને આ બે દિવસમાં મળી છે. 

સુરત પાલિકા કચેરીના સ્ટાફની ઘટની બુમ છેલ્લા ઘણા વર્ષોથી સાંભળવા મળી રહી છે. આઠ વર્ષ પહેલા ભરતી પ્રક્રિયા કરી હતી. પરંતુ ત્યારબાદ પ્રક્રિયા થઈ ન હતી હવે આઠ વર્ષ બાદ પાલિકાની વિવિધ કેડરની 2483 જગ્યા ભરવા માટે પ્રક્રિયા શરૂ કરી જાહેરાત બહાર પાડી હતી. સુરત પાલિકાએ વર્ષો બાદ પાલિકામાં મેગા ભરતી મેળો હાથ ધરવામાં આવ્યો છે તેનો લોકોમાં ભારે પ્રતિસાદ મળી રહ્યો છે.

સુરત પાલિકાએ જાહેરાત બહાર પાડી છે તેમાં મુખ્યત્વે ત્રીજી શ્રેણી ક્લાર્કની 717 જગ્યા છે. આ ઉપરાંત ડ્રાઈવરની 444, માર્શલ (વોચ એન્ડ વોર્ડ)ની 323, સ્ટાફ નર્સની 150 સહિત અન્ય કેડર માટે પણ જાહેરાત બહાર પડી છે. જેમાં ડેપ્યુટી ટાઉન પ્લાનરની 16, એટીપીની 54, આસિ. ઇજનેર (ઇલે.)ની 57, આસિ. ઇજનેર (સિવિલ)ની 52, ડેપ્યુટી ઇજનેર (સિવિલ)ની 10, એઆરોની 7, મેડિકલ ઓફિસરની 69 ખાલી જગ્યાનો સમાવેશ થાય છે.

સુરત પાલિકાએ જાહેરાત બહાર પાડીને ઓનલાઈન અરજી મંગાવી હતી જેમાં 2.25 લાખ લોકોએ પાલિકાની નોકરી મેળવવા માટે અરજી કરી છે. સુરતમાં સૌથી વધુ અરજી 717 ક્લાર્ક બનવા માટે એક લાખથી વધુ ઉમેદવારોએ અરજી કરી છે. જ્યારે માર્સલ માટે 27 હજાર અને સ્ટાફ નર્સ માટે 20 હજાર લોકોએ અરજી કરી છે. છેલ્લા બે દિવસની વાત કરવામાં આવે તો સુરત 65 હજાર જેટલા લોકોએ પાલિકાની નોકરી માટે અરજી કરી છે. આજે રાત્રીના 11 વાગ્યા સુધી અરજી માટેનો છેલ્લો સમય છે તેથી 2.25 લાખ આંકડામાં વધારો થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.

સુરત પાલિકાના નામે અન્ય લોગોનો ઉપયોગ કરી ભરતીની ભ્રામક જાહેરાત સામે સાયબર ક્રાઈમમાં કેસ દાખલ કર્યો

સુરત મહાનગરપાલિકાએ વિવિધ કેડરની 2483 ભરતી માટે જાહેરાત બહાર પાડીને ઓનલાઈન અરજી મંગાવી હતી. જોકે, કેટલાક લોકોએ સોશિયલ મીડિયામાં પાલિકાની નોકરીના નામે બનાવટી જાહેરાત વાયરલ કરી હતી તેની સામે મ્યુનિ. તંત્રએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી છે. સુરત મ્યુનિ. તંત્રએ વિવિધ કેડરની 2483 ભરતી માટે જાહેરાત બહાર પાડી હતી જેમાં ઓનલાઇન અરજી મંગાવી હતી. જોકે, હાલ સોશિયલ મીડિયામાં સુરત પાલિકાના નામે બનાવટી જાહેરાત બનાવી વાયરલ કરી છે. જેમાં સુરત પાલિકાએ જે જાહેરાત આપી હતી તેના કરતા જુદી હોવાનું બહાર આવ્યું છે. સુરત પાલિકાના નામે ત્રાહિત વ્યક્તિએ ફેક જાહેરાત બનાવી હોય તે માટે પાલિકાના મહેકમ વિભાગ દ્વારા સાયબર ક્રાઈમ વિભાગમાં ફ્રોડની ફરિયાદ નોંધાવી છે. 

ચૂંટણીના કારણે ક્રિમીલેયરના પ્રમાણપત્ર માટે ઉમેદવારોને મુશ્કેલી પડી

સુરત પાલિકાએ વિવિધ કેડરની 2483 કર્મચારીઓની ભરતી માટે જાહેરાત બહાર પાડી હતી જેમાં શૈક્ષણિક તથા અન્ય પુરાવા સાથે ક્રિમીલેયરના પ્રમાણપત્ર રજૂ કરવાનું હતું. જોકે, હાલ સુરત પાલિકાની ચુંટણી ચાલી રહી હોય અરજદારોને ક્રિમીલેયરના પ્રમાણપત્ર મેળવવા માટે ખો નીકળી ગયો હતો. મોટાભાગના મામલતદાર અને નાયબ મામલતદાર ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા હોવાથી અરજદારોને પ્રમાણપત્ર મેળવવા માટે વહેલી સવારથી લાઈનમાં ઉભા રહેવું પડ્યું હતું. કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ અરજદારોને ક્રિમીલેયરના પ્રમાણપત્ર માંડ મળ્યા હતા. 



Source link

Related Articles

Back to top button