गुजरात

પ્રેમલગ્ન કર્યાની દાઝે પરિવારે યુવતીનું અપહરણ કર્યું | Family kidnaps girl on the pretext of love marriage



એક મહિલા સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધાઈ

કાર અને બાઈક પર ધસી આવેલા સાસરિયા પક્ષે યુવાનના પરિવાર પર હુમલો કરી ઇજા પહોંચાડી

ભાવનગર-  બોટાદમાં યુવાને પ્રેમ લગ્ન કર્યા હોવાની દાજ રાખી સાસરિયા પક્ષે કાર અને બાઈક પર ધસી આવી યુવાનના પરિવાર પર હુમલો કરી યુવતીને બળજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કરી નાસી છૂટયા હતા.

બોટાદના તુરખા રોડ પર રહેતા જયદેવભાઈ રમેશભાઈ વસોયાએ અશોક માવજીભાઇ ગોહીલની દિકરી નયનાબેન સાથે આજથી અઢી મહીના પૂર્વે કોર્ટ મેરેજ કરેલ હોય જેનુ મનદુઃખ ચાલી રહ્યું હતું. તેવામાં આજરોજ જયદેવભાઈની પત્ની નયનાબેન સાથે તેના માતા ભારતીબેન સાથે ફોનમા સોનાની બુટ્ટી બાબતે બોલાચાલી થઈ હતી. જેની દાજ રાખી અશોક માવજીભાઈ ગોહીલ તથા ભારતીબેન અશોકભાઈ ગોહીલ તથા તેમના કુટુંબી કનક તથા એક અજાણી મહીલા તથા ત્રણેક અજાણ્યા માણસોએ ગેરકાયદેસર મંડળી રચી કાર તથા બીજા અન્ય વાહનમા તેમજ મોટર સાયકલ લઇને ધસી આવ્યા હતા અને જયદેવભાઈના ઘરમા પ્રવેશ કરી અંદર આવી જયદેવભાઈના માતા અરુણાબેનને ગાળો આપી લાકડી મારી મુંઢ ઈજા પહોંચાડી તથા દાદા ગંગારામભાઈને પીઠના ભાગે કમરના ભાગે ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી. તેમજ બહેન અંકીતાને શરીરે ગડદાપાટુનો માર મારી મુંઢ ઇજા કરી હતી. અજાણ્યા માણસે છરી બતાવી તેમજ જયેશભાઈની પત્ની નયનાબેનને અશોક તથા ભારતીબેને મોઢાના ભાગે મુક્કા મારી ઈજા પહોંચાડી બળજબરીથી ઢસડી કારમાં બેસાડી અપહરણ કરી નાસી છૂટયા હતા. આ બનાવ સંદર્ભે જયેશભાઈએ એક મહિલા સહિત સાત લોકો સામે બોટાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.



Source link

Related Articles

Back to top button