હવે હોર્મુઝમાં શું થશે : અમેરિકાએ 10 હજાર કમાન્ડો ઉતાર્યા : યુદ્ધ માટે પૂરી તૈયારીનો દાવો કર્યો | What will happen in Hormuz now: America deploys 10 thousand commandos: Claims full readiness for war

![]()
– ટ્રમ્પને પાછા હટવું પોષાય તેમ નથી યુએસની આબરૂ ન રહે
– આ ચૂંટી કાઢેલા અમેરિકાના શ્રેષ્ઠ સૈનિકો છે : જેમાં યુએસમાંથી તેમજ વાયુસેનાના શ્રેષ્ઠ પેરા-ટ્રીમ સૈનિકોને વીણી વીણીને લેવામાં આવ્યા છે
નવી દિલ્હી : ઈરાન-અમેરિકા યુદ્ધમાં સ્થિતિ દિવસે દિવસે કઠોર બનતી જાય છે. પાકિસ્તાનમાં મંત્રણા નિષ્ફળ ગયા પછી અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેઇટસની નાકાબંધી કરી છે. નાકાબંધી એટલી કઠોર છે કે ઈરાનના અખાતમાં એક પણ જહાજ અંદર જઈ શક્યું નથી કે, તેમાંથી બહાર પણ નીકળી શકતું નથી.
યુદ્ધ અનિવાર્ય જેવું લાગતાં અમેરિકાએ તેના સર્વશ્રેષ્ઠ યુદ્ધવીરો કમાન્ડોને હોર્મુઝ સ્ટ્રેઈટસમાં ૧૦ હજારથી વધુ કમાન્ડો મોકલ્યા છે. તેમાં મરીન્સ ઉપરાંત વાયુદળના શ્રેષ્ઠ પેરાટ્રપર્સ પણ સામેલ છે. છેલ્લાં ૨૪ કલાકમાં હોર્મુઝ સ્ટ્રેઇટસમાંથી એક પણ જહાજ બહાર આવ્યું નથી કે અંદર જઈ શક્યું નથી.
અમેરિકાએ તેની ઘેરાબંધી માત્ર હોર્મુઝ પૂરતી જ મર્યાદિત નથી રાખી, અરબી સમુદ્ર પર આવેલાં તમામ બંદરોને પણ તે લાગુ પડે છે. ઓમાનના ગલ્ફ પરનાં બંદરો પણ અમેરિકાએ શીલ કરી દીધાં છે. તેવામાં શાંતિ મંત્રણાના બીજા દોરની વાત ચાલે છે. તે સંભવત: જીનીવામાં યોજવા માટે બંને પક્ષો પ્રતિનિધિઓ વિચારી રહ્યા છે અને તે માટે બેક-ડોર-મંત્રણા પણ ચાલે છે. જોકે તે બીજો દોર પણ સફળ થવાની સંભાવના નહીંવત્ છે.



