दुनिया

હોર્મુઝમાં સંતાકૂકડીનો ખેલ : ચીની જહાજ અમેરિકાને થાપ આપવા માગતું હતું : અમેરિકાએ તેને તાકાત દર્શાવી | Hide and seek game in Hormuz: Chinese ship wanted to harass America: America showed it strength



– છેલ્લાં 24 કલાકમાં એક પણ જહાજ હોર્મુઝની સમુદ્રધુનિમાંથી બહાર નીકળી શક્યું નથી : ચીની જહાજને પાછા ઈરાની અખાતમાં ચાલ્યા જવું પડયું

નવી દિલ્હી : હોર્મુઝ સ્ટ્રેઇટસમાં અમેરિકાની અભેધ્ય ઘેરાબંધીએ ઈરાનના સમુદ્રી વ્યાપારનો શ્વાસ રોકી દીધો છે. તેવામાં ચીની તેલ ટેન્કર ‘રીચ-સ્ટારી’ અમેરિકાની નાકાબંધીને થાપ આપી બહાર નીકળવા જતું હતું પરંતુ અમેરિકી નૌકાદળની સખ્તાઈને લીધે બુધવારે જ પાછા ઈરાનના ગલ્ફમાં ચાલ્યા જવું પડયું.

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટ-કોપ) દ્વારા પોતાની આ કાર્યવાહીને પુષ્ટિ આપતાં સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ‘ટ’ ઉપર જણાવ્યું કે, ‘આ ઘેરાબંધી પછી પહેલા ૨૪ કલાકમાં એક પણ જહાજ અમેરિકાનો ઘેરો તોડી શક્યું નથી.’ મંગળવાર તા. ૧૪મીએ આ બ્લોકનો પહેલો દિવસ હતો. ત્યારે ‘રીચ-સ્ટારી’ નામક એક ચીની કંપનીનું જહાજ તે ૮ જહાજો પૈકીનું એક હતું જેઓ હોર્મુઝમાંથી બહાર નીકળવા માંગતાં હતા.

આ પૈકીનું ‘રીચ-સ્ટારી’ નામક જહાજ ચીની કંપની ‘શંઘાઈ જૂનરૂન’ કંપનીની માલિકીનું હતું. આ કંપની પહેલાં પણ ઈરાન સાથે વ્યાપાર કરતી હતી. તેથી તે અમેરિકાના બ્લેક લીસ્ટમાં હતી. કેસરના આંકડા પ્રમાણે તે એક મીડીયમ રેન્જ ટેન્કર છે જે ૨,૫૦,૦૦૦ બેરલ મેથેનોલ લઈ જઈ શકે તેમ છે, તેથી વધુ નહીં. તેણે યુએઈમાં હમરિયા બંદરેથી તેલ લીધું હતું. તેની ઉપરાંત ચા-બહાર બંદરેથી પણ તેલ લઈ જનારાં બે ટેન્કર્સ અમેરિકાએ અટકાવ્યાં હતાં. હવે અમેરિકાનું જ એક ટેન્કર એલિબિયા આજે બુધવારે હોર્મુઝ સ્ટ્રેઇટસમાં પ્રવેશી ગયું હતું. તે ૨૦ લાખ બેરલ તેલ સમાવવાની ક્ષમતા રાખે છે, પરંતુ તે ઈરાનમાંથી નહીં ઈરાકમાંથી તેલ લેવાનું છે.



Source link

Related Articles

Back to top button