गुजरात

દામનગરમાં કટિંગ વખતે 16.91 લાખની 7686 બોટલ વિદેશી દારૂ સાથે છ પકડાયા | Six arrested with 7686 bottles of foreign liquor worth Rs 16 91 lakh during cutting in Damnagar



સ્થાનિક પોલીસ ઊંઘતી રહી, એસએમસીએ મોટી માત્રામાં દારૂ પકડયો

ટ્રક, કાર, વાહનો,બાઈક ,મોબાઈલ ફોન મળી કુલ ૫૭.૮૯ લાખનો મુદ્દામાલ  કબજે લીધો, છ શખ્સો નાસી જતાં પકડી લેવા ચક્રો ગતિમાન

અમરેલી : લાઠી તાલુકાના દામનગરમાં સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી  સ્ટેટ મોનિટરિંગ સેલએ પ્રોહિબિશનનો દરોડો પાડી ગુરુકુળ પાસે આવેલા એક ગોડાઉનમાં ચાલતા ‘દારૂના કટિંગ’ વખતે જ ત્રાટકી ૭૬૮૬ બોટલ વિદેશી શરાબ સાથે ૬ શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે સપ્લાયર સહિત અન્ય ૬ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.

એસમસી ના પી.આઈ. આર.કે. કરમટા અને તેમની ટીમને વિગતો મળી હતી કે દામનગરમાં  ગુરૂકુળ નજીક આવેાલ  એક ગોડાઉનમાં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે. આ માહિતીના આધારે   દરોડો પાડતા ત્યાંથી આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ગોવાની બનાવટનો  વિદેશી દારૂ મળી આવ્યો હતો.આથી  પોલીસે સ્થળ પરથી કુલ ૭,૬૮૬ નંગ દારૂની બોટલો જપ્ત કરી હતી, જેની કિંમત આશરે ૧૬.૯૧ લાખ થાય છે. આ ઉપરાંત પોલીસે વાહનો  ટ્રક, કાર અને બાઈક મોબાઈલ સહીતનો   કુલ  ૫૭.૮૯ લાખનો મુદ્દામાલ  કબજે લીધો હતો. ઘટનાસ્થળેથી દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય ગ્રાહકો કૌશિક ઉર્ફે કવો ગોહિલ અને વિષ્ણુપરી ગોસ્વામી  ટ્રક ડ્રાઈવરસિકંદર ઉર્ફે ભાભા કલુભાઈ પઠાણ બોટાદ જયેશ જગજીવન જાદવ બોટાદ હરિહર ઉર્ફે હરિ ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી હતી. 

જયારે  અમદાવાદસ્વરૂપ ઉર્ફે ચિન્ટુ ગાવિત ટ્રક ક્લીનર,  તેમજ વિરાજ પ્રવિણચંદ્ર રાણા (અમદાવાદ), ગોવાના બે અજાણ્યા શખ્સો અને દારૂની હેરાફેરીમાં વપરાયેલા વાહનોના માલિકો સહિત ૬ શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. 



Source link

Related Articles

Back to top button