गुजरात

જિલ્લાની ધો.1 થી 5ની પ્રા.શાળાઓમાં 2 વર્ષ બાદ ભરતી પ્રક્રિયા હાથ ધરાશે | Recruitment process will be conducted in primary schools of Std 1 to 5 in the district



ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા બાદ

600 થી વધુ વિદ્યાસહાયક માટે તા.૧૫ થી ૨૪ એપ્રિલ દરમિયાન ફોર્મ સ્વિકારાશે 

ભાવનગર –  વર્ષ-૨૦૨૩ની વિદ્યાસહાયક ભરતી બાદ હાલ નવી ભરતી જાહેર કરાઇ છે. જેમાં ધો.૧ થી ૫ની સરકારી શાળામાં ભરતી ફોર્મ ઓનલાઇન ભરાયા બાદ તા.૧૫ થી ૨૪ દરમિયાન ઓનલાઇન અરજી સ્વીકારવાનું નિયત કરાયું છે.

મળતી વિગતો મુજબ ભાવનગર જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક ધો.૧ થી ૫ની ભરતી વર્ષ ૨૦૨૩માં થયા બાદ ટેટ-ટાટનું માળખુ બદલાયું હતું અને હાલ ટેટ-૧ની પરીક્ષાના ફ્રેશ ઉમેદવારો માટેની ભરતી પ્રક્રિયા આરંભાઇ છે. જેના ઓનલાઇન ફોર્મ ભરાયા બાદ ઓફલાઇન પોર્મની કોપી તા.૧૫-૪ થી ૨૪-૪ સુધી રવિવાર અને જાહેર રજાના દિવસો સિવાય સવારે ૧૧ થી ૫ દરમિયાન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સિદસર ખાતે સ્વીકાર કેન્દ્ર રાખવામાં આવ્યું છે. એક તબક્કે જિલ્લા પ્રા.શાળાઓમાં ૬૦૦થી વધુ જગ્યા ધો.૧ થી ૫માં હોવાનું જણાયું છે. જેના પર ભરતી પ્રક્રિયા હાથ ધરાશએ. જ્યારે હાલ ૨૪ એપ્રિલ સુધી ફિઝીકલ ફોર્મ સ્વિકાર્યા બાદ જનરલ મેરીટ પ્રોવિઝનલ અને બાદ ફાઇનલ મેરીટ જાહેર થશે. અને ત્યારબાદ જિલ્લા પસંદગી, શાળા પસંદગી અને નિમણૂક આમ આ સમગ્ર ભરતી પ્રક્રિયાને ખુલતા સત્ર સુધીમાં થાય તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે.



Source link

Related Articles

Back to top button