गुजरात

ચોખંડી નાની શાક માર્કેટ પાસે દારૃ વેચતો આરોપી ઝડપાયો | Accused caught selling liquor near Chokhandi Nani Shag Market



 વડોદરા,ચોખંડી નાની શાક માર્કેટ પાસે જાહેર શૌચાલયની રૃમમાં વિદેશી દારૃનો જથ્થો મૂકીને વેચતા આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે ધંધો કરનાર બૂટલેગરને વોન્ટેડ જાહેર કર્યો છે.

 ચોખંડી નાની શાક માર્કેટ પાસે આવેલા ગીતગોવિંદ ચેમ્બર્સના કોમન શૌચાલયમાં વિદેશી દારૃની બોટલો મૂકી રાખીને વેચાણ ચાલતું હોવાની માહિતીના આધારે પીસીબી પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરતા સંજય ઉર્ફે ડી બુધાભાઇ ઠાકોર, ઉં.વ.૩૦ (રહે. કમલેશ ગાદી ફેક્ટરીની પાછળ, ચુનારા વાસ, પ્રતાપનગર રોડ) મળી આવ્યો હતો.  પોલીસે શૌચાલયમાંથી દારૃની ૧૬૮ બોટલ કિંમત રૃપિયા ૪૭ હજારની કબજે કરી હતી. પોલીસે દારૃ, રોકડા અને મોબાઇલ  ફોન મળીને કુલ ૭૬,૭૦૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.  પોલીસે પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, હિતેશ કંચનભાઇ ચુનારા (રહે. સાંઇરામ ચેમ્બર્સ, વાડી) એ મને દારૃ વેચવા માટે આપ્યો  છે, તે મને ૫૦૦ રૃપિયા પગાર આપે છે. ઉલ્લેખનીય છે કે,  હિતેશ ચુનારા સામે અગાઉ પણ દારૃના કેસ નોંધાયા છે.



Source link

Related Articles

Back to top button