मनोरंजन

હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’ | Ketamine Queen Jasveen Sangha Sentenced to 15 Years in Matthew Perry Death Case



Matthew Perry Death Case : લોસ એન્જલસની અદાલતે ‘ફ્રેન્ડ્સ’ ટીવી શોના સ્ટાર મેથ્યુ પેરીના મૃત્યુ માટે જવાબદાર મહિલાને 15 વર્ષની જેલની સજા ફટકારી છે. ‘કેટામાઇન ક્વીન’ તરીકે કુખ્યાત 42 વર્ષીય જસવીન સંઘાએ મેથ્યુને જીવલેણ ડ્રગ્સ સપ્લાય કર્યા હતા.

કોણ છે ‘કેટામાઇન ક્વીન’?

ભારતીય મૂળની જસવીન સંઘા બ્રિટનમાં 1983માં પંજાબી પરિવારમાં જન્મી હતી. અમેરિકા અને બ્રિટનની બેવડી નાગરિકતા ધરાવતી જસવીન હોલીવુડની હાઇ પ્રોફાઇલ સેલિબ્રિટીઓને ડ્રગ્સ પૂરા પાડતી હતી. તે પોતાને ‘VIP સેલિબ્રિટીઝ’ માટેની ‘સ્પેશિયલ ડીલર’ તરીકે ઓળખાવતી હતી.

મેથ્યુ પેરીનું મોત કેવી રીતે થયું?

સુપરહિટ શો ‘ફ્રેન્ડ્સ’માં ચાન્ડલર બિંગની ભૂમિકા ભજવતો મેથ્યુ પેરી લાંબા સમયથી ડ્રગ્સના વ્યસન સામે લડી રહ્યો હતો. ઓક્ટોબર, 2023માં લોસ એન્જલસ ઘરના હોટ ટબમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસમાં જણાયું હતું કે કેટામાઇનના ઓવરડોઝને કારણે તેનું મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો: સ્ટેન્ડ અપ કોમેડિયન સમય રૈનાને ‘શક્તિમાને’ કૂતરાની પૂંછડી સાથે સરખાવ્યો, લોકો ભડક્યા

જસવીનના ઘરમાંથી ઢગલાબંધ ડ્રગ્સ મળ્યું 

જસવીન સંઘાએ મેથ્યુના મૃત્યુના ચાર દિવસ પહેલાં તેને (તેના અંગત સહાયક મારફતે) $6,000 માં કેટામાઇનની 25 બોટલો વેચી હતી. તેણીના ઘરે દરોડા દરમિયાન પોલીસને કેટામાઇનની 79 બોટલો, મેથામ્ફેટામાઇનની હજારો ગોળીઓ અને કોકેન મળી આવ્યા હતા. તેણી પાસે પૈસા ગણવાનું મશીન અને ડ્રગ્સ પેક કરવાનો સામાન પણ હતો.

પીડિત પરિવારે કોર્ટમાં દુખ વ્યક્ત કર્યું 

મેથ્યુ પેરીની સાવકી માતા ડેબી પેરીએ કોર્ટમાં કહ્યું હતું કે, ‘જસવીનને કારણે અમને કદી ન પુરાય એવી ખોટ પડી છે. કૃપા કરીને આ નિર્દય મહિલાને મહત્તમ સજા આપો.’ મેથ્યુના સાવકા પિતાએ પણ મેથ્યુના અકાળ મૃત્યુ બાબતે બહુ અફસોસ વ્યક્ત કર્યો હતો. 

આ પણ વાંચો:  અક્ષય કુમારની ફિલ્મ ‘ભૂત બંગલા’નું ટ્રેલર રિલીઝ, અસરાની, પરેશ રાવલ અને રાજપાલ યાદવની જોરદાર કોમેડી

જસવીને અદાલતમાં મગરના આંસુ સાર્યાં

જસવીન સંઘા કોર્ટમાં રડી પડી હતી. તેણે કહ્યું હતું કે, ‘હું દરરોજ માફી માંગું છું. મારા નિર્ણયોએ લોકોના જીવન બરબાદ કર્યા છે.’ જોકે, ન્યાયાધીશે એ વાતની નોંધ લીધી હતી કે તેણીએ ધરપકડ બાદ કોઈ પસ્તાવો દર્શાવ્યો ન હતો, જેના કારણે તેને 15 વર્ષની સજા કરવામાં આવી છે.

અન્ય આરોપીઓને પણ સજા થઈ

આ કેસમાં મેથ્યુ પેરીના અંગત સહાયક કેનેથ ઇવામાસા અને બે ડોકટરો (સાલ્વાડોર પ્લાસેન્સિયા અને માર્ક ચાવેઝ) સહિત કુલ 5 લોકો આરોપી હતા. ડો. પ્લાસેન્સિયાને 30 મહિનાની જેલ થઈ છે, જ્યારે ડો. ચાવેઝને હોમ ડિટેન્શનની સજા કરવામાં આવી છે.



Source link

Related Articles

Back to top button